________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ર) શ્રી કુમારપાળચરિત્ર થયા કરે છે. વળી મહારા કહ્યા છતાં પણ તમે મૃત્યુથી અટકશો નહીં, તેમજ તમારૂં મરણ મહારાથી જોઈ શકાશે નહીં, માટે હું તમારી સાથે પ્રથમ એવું કરીશ કે, જેથી તમારા સહવાસથી મહારે વિયોગ થાય નહીં. ઘર વિગેરે પોતાની સમૃદ્ધિ પિતાના કુટુંબીઓને સમર્પણ
કરી કામદેવશ્રેષ્ઠી પુત્રીઓ અને પ્રિયા સહિત કામદેવશ્રેણી. નગરની બહાર બળતી ચિતાની પાસે ગયે.
આ વાત નગરના લેકેએ જાણું. જેથી તેઓ અથુપાતવડે વસ્ત્રો ભીંજાવતા શેઠની પાસે આવી મયાદાપૂર્વક કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠિન સત્પરૂષને નિંદવાલાયક આ અકૃત્યને એકદમ શા માટે આરંભ તમે કર્યો છે? પુત્રી અને જમાઇને માટે આ પ્રમાણે કેઈપણ પ્રથમ કાલમાં મરેલો હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. જો કે, જમાઈ ન મળ્યા એટલે શું તમારે મરવું જોઈએ ? પિતા અથવા પુત્ર મરે પણ તેની પાછળ કેઈએ મરતું નથી, તેમ છતાં તમારે મરવાની જ ઈચ્છા હોય તો પણ તમારે સાયંકાળ સુધી વાટ જેવી જોઈએ. કદાચિત દૈવયોગે પતિ સહિત પુત્રી અહીં આવે. એમ શેકાતુર થયેલા સ્વજનેએ બહુ વાર્યો તે પણ કામદેવ શ્રેષ્ઠી કુટુંબ સહિત ચિતામાં પડવાને તૈયાર થયો. તે સમયે કોઈ પુરૂષ વૃક્ષ ઉપર ચઢી સર્વ દિશામાં તપાસ કરી બોલ્યા, ઘોડા પર બેઠેલા કેઈ પણ ત્રણ માણસે આવે છે. અમૃત સમાન તે વાવડે કામદેવ તૃપ્ત થયે અને પૃપા માટે તૈયાર થએલે પણ ક્ષણમાત્ર તેણે વિલંબ કર્યો, તેટલામાં નગરની નજીકમાં ફેલાયેલે મેઘ સમાન વાડો જોઈ ગુણશ્રીના હૃદયમાં હેનના મરણની શંકા થઈ, જેથી પોતાના પતિ ને કહેવા લાગી, આપનગર તરફ દષ્ટિ કરે, આકાશમાં ફેલાયેલ ધૂમરતોમ–સમૂહ વધતો જાય છે, એથી હું માનું છું કે મહારી
For Private And Personal Use Only