________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
પામતા આખા કુટુંબને જીવિત પણ હું આપ્યું છે. વિશ્વને પૃહા કરવા લાયક ગુણેથી વિરાજીત એવી લક્ષમીએ સમુદ્રને જેમ પ્રતિષ્ઠિત કર્યો, તેમ હે પુત્રિ ? લ્હારાવડે હું પ્રતિષ્ઠિત થયે. બાદ કામદેવની દષ્ટિ મદનવતી તરફ ગઇ તેથી તેણે પૂછયું, આ બીજી સ્ત્રી કેશુ છે? ગુણશ્રી બોલી, તાત ? આ સમરસિંહરાજાની પુત્રી–હારી શક્ય છે. પછી કામદેવશ્રેણી લક્ષમી અને ધર્મની માફક વધુ વરને આગળ કરી મહોત્સવ પૂર્વક પોતાના સ્થાનમાં ગયા. સપુરૂષમાં ચૂડામણિસમાન કામદેવશ્રેષ્ઠીએ અતિહિતકારી આતિક્રિયા કરી, નિવાસ માટે ઉત્તમ મકાન આપ્યું, નવીન નવીન અલંકાર તથા વસ્ત્રોવડે જમાઈનો સત્કાર કર્યો, તેમજ પિતાની પુત્રીઓથી પણ મદનવતીને અધિક માન આપ્યું, કારણ કે “આ પિતાને અને આ પારકે એ વિભાગ મહાત્માઓને હેત નથી.” મુનીંદ્ર જેમ નવે બ્રાગૃતિઓને સમાન જુએ છે તેમ પુણ્યસાર નવે સ્ત્રીઓને સમદષ્ટિએ જેતે હતે. ચંદ્રની માફક વિશ્વને જીવન સમાન જમાઈના ગુણે જોઈ દક્ષરાજાની માફક કામદેવશ્રેષ્ઠી બહુપ્રસન્ન થયા. પિતાની સ્ત્રીઓ સહિત પુણ્યસાર ત્યાં આનંદથી રહેતા હતા,
તેવામાં સમરસિંહરાજાએ અને તેના પિતા ધનસ્વપુરપ્રયાણ. સારે મોકલેલા હોંશીયાર પુરૂષે ત્યાં આવ્યા.
પુણ્યસારને પ્રણામ કરી તેઓ બોલ્યા, બુદ્ધિમન્ ? સૂર્યની માફક હારો વિરહ સમરસિંહ તથા હારા માતાપિતાને પણ તપાવે છે. માટે હે દાક્ષિણ્યનિધે ? અહીંથી જલદી તું પ્રયાણ કર અને પુષ્પરાવર્તક મેઘની માફક પોતાના સ્વજનને તાપ શાંત કર. અનિષ્ટની માફક તે વૃત્તાંત સાંભળી કામદેવશ્રેષ્ઠી બહુ વ્યથાતુર થઈ ગયો. તેવા પુરૂષોની પ્રમાણેકિત સાંભળી કોને પીડા ન થાય? દાયજામાં આપેલા સમગ્ર તેના ઘોડા, સુવર્ણાદિક ધન તેમજ
For Private And Personal Use Only