________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ )
શ્રીકુમારપાળચરિત્ર. આપ. ફરીથી પુણ્યસાર બે, એને અહીં લાવીશ તે પણું તું બરાબર પરિચય વિના તેને કેવી રીતે ઓળખીશ? ગુણશ્રી બેલી, સુભગ સંકેતિતલેકના બેલવાથી જે મને વિશ્વાસ થશે તો તે પતિને હું જાણુશ. કિંચિત્ હાસ્ય કરી પુણ્યસાર તે કલેક બોલી ગયો, લોકના શ્રવણ માત્રથી હર્ષવડે હૃદયમાં નૃત્ય કરતી હોય તેમ તે ગુણશ્રીએ પિતાના પતિને ઓળખી લીધે. પતિને જોઈ હદયમાંથી ઉભરાતા સ્નેહરસને સાત્વિક સ્વેદના મિષથી શરીરની બહાર અતિશય ધારણ કરતી, અને ઉપાષિત નેત્રોને તેના દર્શનરૂ૫ સુધારસનું પાન કરાવતી હોય તેમ ગુણશ્રી તેને કહેવા લાગી, સ્વામિનું ? સ્નેહને આધીન હૃદયવાળી સ્ત્રીઓનો કયા અપરાધને લીધે આપે તૃણની માફક પ્રથમ દિવસે જ ત્યાગ કર્યો? સ્ત્રીઓનો પ્રેમ બહુ ઉત્તમ પ્રકારના હોય છે, કે જેઓ પિતાના પતિ માટે ક્ષણમાત્રમાં પ્રાણનો ત્યાગ કરે છે, પરંતુ અપરાધ વિના પણ પ્રેમાલ સ્ત્રીઓને ત્યાગ કરનાર પુરૂષોનો તે પ્રેમ હેતું નથી. તે વખતે હુને છેતરીને આપ ઘરમાંથી ચાલ્યા ગયા હતા, હાલમાં સહારા હાથમાં આવ્યા છો, બેલે હવે તમે શી રીતે જશે? એમ કહી ગુણશ્રી તાર સ્વરે રૂદન કરવા લાગી, પછી પુણ્યસારે પ્રેમનાં વચનામૃતવડે વર્ષારૂતુના મેઘવડે સિંચાયેલી વેલીની માફકતેણીને પ્રફુલ્લ કરી. ગુણશ્રીએ પોતાના પતિને પામી જે આનંદ મેળવ્યો, તેનું વર્ણન કરવા માટે હજાર જીëાવાળો પણ કોઈ સમર્થ થાય નહીં. હે વિબુધે? આલેકમાં પ્રિય દર્શન એજ અમૃત છે, અન્ય અમૃત વ્યર્થ છે. જેના પાનથી આમાં શારીરિક સર્વતાપને ત્યાગ કરે છે. હે પ્રિયે? આ પુરૂષને વેષ ઘેર જઈને ત્યારે ઉતારવે, એમ કહી પુણ્યસાર તેને સાથે લઈ નગર તરફ ચાલ્યો. - આ હકીકત છે ત્યાં ઉભેલા રાજા મંત્રી વિગેરે સર્વે લોકે
For Private And Personal Use Only