________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪)
શ્રીકુમારપાળચરિત્ર. ત્યારબાદ ગુણશ્રી પોતાના પરિચયમાં આવેલા વૃદ્ધોના કાનમાં
દીનવાણીથી પોતાના પિત્રાદિકને સંદેશે કહેવા ગુણશ્રીને સંદેશ. લાગી. હે માતા પિતા? આ હારા છેવટના
પ્રણામ છે, બાલ્યાવસ્થાથી આરંભી આજ સુધીને જે કંઈ મહારાથી અપરાધ થયો હોય તેની હું આપની આગળ માફી માગું છું, કેઈ ભાગ્યશાળી કન્યા હોય છે કે, જે પિતાના માતાપિતાને ચંદ્રની કાંતિ સમાન આનંદ આપે છે, અને પાપાત્મા એવી હું તો આપને સૂર્યની કાંતિ સમાન તપાવનારી થઈ. વળી હે બહેને? અસાર એવા પિતાના જીવિતને અગ્નિમાં હોમ કરી તમે જલદી આવે, જેથી મહને આગળ ઉપર મળો. હે સખીએ? મિત્રતાને લીધે આપની આગળ જે કંઈ મેં કહ્યું હોય તે નઠારૂં હોય તે પણ તમારે સહન કરવું આ અંતિમ પ્રણામ છે.
ક્ષમાપના માગ્યા બાદ ગુણશ્રી પ્રીતિ પૂર્વક ચિતાની ત્રણ
પ્રદક્ષિણા કરી મંદ સ્વરે બેલી, હે સૂર્ય ? અને ચિતાપ્રવેશ. હે લોકપાલે ? આપ સાવધાન થઈ મારૂ એક
વચન સાંભળે. હું પાપાત્મા મારા પતિની પ્રાપ્તિ માટે અહીં આવી હતી, છતાં તેનો પત્તો લાગ્યો નહીં, માટે આપના પ્રસાદથી ભવાંતરમાં મને તેજ પતિ પ્રાપ્ત થાઓ એવી મારી પ્રાર્થના છે. તે સાંભળી સમરસિંહ વિગેરે સર્વ લેક હાહાકાર કરવા લાગ્યા અને જેટલામાં ગુણશ્રી ચિતા પ્રવેશ કરે છે તેટલામાં તેમણે તેને રોકી રાખી અને શાંત પાડી. તેવામાં લેક મુખથી તે વાત સાંભળી વિહલ થયેલે પુણ્યસાર અશ્રુ પ્રવાહવડે પૃથ્વીને ભીંજાવતો ત્યાં આવ્ય, ગુણશ્રીના પરિવારની વૈજનાથી અને પોતાના સ્નેહની બહુ લાગણુને લીધે કૃપાસાગર તે પુણ્યસાર તેને કહેવા લાગ્યું, હે મિત્ર? આ અયોગ્ય કામ કરવાને કેમ હું આરંભ કર્યો છે? હાર સરખા કેઈ વિદ્વાને
For Private And Personal Use Only