________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૪૧) પિતાના સમાગમથી પ્રસન્ન જોઈ પુણ્યસારે યાચના કરી કે, હારી સાથે હું મૈત્રી કરવા ઈચ્છું છું. ગુણશ્રી બેલી, મ્હારી સાથે મેત્રીની પ્રાર્થના તું શામાટે કરે છે? અમૃતપાન માટે કેઈપણ સમયે કોઈને કહેવાની જરૂર પડતી નથી. જે પુરૂષ ત્યારે દાસ થઈને રહે તે પણ ધન્ય પુરૂષોમાં ચૂડામણિ સમાન થાય છે, તે તું પોતે જ પ્રીતિવડે જેનો મિત્ર થાય તેનું તે કહેવું જ શું? એ પ્રમાણે ગુણચંદ્રના વચનામૃતથી પ્રસન્ન થયેલા પુણ્યસારે ગુણશ્રીની સાથે પ્રીતિ કરી. એકત્ર નિવાસ, કીડા, સુભાષિત અને સારભૂત કથાઓના રસ વડે તેમને પ્રેમ ચંદ્રના કિરવડે સમુદ્ર જેમ હંમેશાં વધવા લાગ્યા, માનું છું કે, એક બીજાના સંબંધથી તે બંનેનું ગાઢ એકપણું થઈ ગયું, અન્યથા તેમને આત્મા સરૂપતાને કેમ પામે? એ પ્રમાણે પોતાના સ્વામીની ઉલ્લાસ પામતી પ્રીતિવડે ખુશી થયેલી ગુણશ્રીના છ માસ પુરા થવા આવ્યા, માત્ર સાત દિવસ બાકી રહ્યા, તો પણ પોતાના સ્વામીનું વૃત્તાંત કોઈપણ ઠેકાણે તેના સાંભળવામાં આવ્યું નહીં, તેથી તેણીએ મરવાને વિચાર કરી એકાંતમાં પોતાના પરિવારને બેલાવી કહ્યું કે, હે પ્રથમ પ્રતિજ્ઞા કરેલી છે. જે છ માસની અંદર મ્હારે પતિ હને ન મળે તો હું સતીની માફક પિતાને દેહ અગ્નિમાં હોમી દઉં, અનુક્રમે છ માસ પુરા થયા, કોઈ ઠેકાણે પતિને પત્તો લાગ્યો નહીં. માટે હાલમાં તમે નગરની બહાર ચંદનકાષ્ઠની ચિતા તૈયાર કરો. જવલતા અગ્નિના ખીલા સમાન તે વાણીવડે ગુણશ્રીને
પરિવાર બહુ વ્યાકુલ થઈ ગયા અને ગદગદ સખીબોધ. કઠે તેને કહેવા લાગ્યું. હજુ તમારી પ્રતિ
જ્ઞામાં સાત દિવસ બાકી રહ્યા છે, શોધ કરતાં ગમે ત્યાંથી પણ જરૂર તમારો સ્વામી મળી આવશે. અથવા દુર્ભાગ્યને લીધે કદાચિત્ પતિ ન મળે તે પણ તય્યારે આત્મઘાત કરે
For Private And Personal Use Only