________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
શ્રી કુમારપાળચરિત્ર. વલભીપુરીમાં અતિ મનહર કાંતિમય કામદેવનામે શ્રેણી છે,
તે રૂપમાં કામદેવસમાન દીપે છે. જેણે શ્રેષ્ઠકામદેવશ્રેણી. વસ્તુઓથી ભરેલાં પોતાનાં ઘરમાંજ લક્ષમીનું
વિવિધસ્થાનોમાં સંભ્રમણનું ચાપલ્ય પૂર્ણ કર્યું છે. ગુણવડે લમીસમાન લક્ષમી નામે પોતાની સ્ત્રી સાથે સુખ ભેગવતાં કામદેવને અનુક્રમે અભીષ્ઠ આઠ પુત્રીઓ થઈ, ધનશ્રી, સમરશ્રી, નાગશ્રી, વમળ શ્રી, સમશ્રી, કમલશ્રી, સુંદરશ્રી અને ગુણશ્રી એ આઠે પુત્રીઓ સર્વકલાસંપન્ન હતી, તેમજ તરૂણ અવસ્થાથી વિભૂષિત રૂપમાં દેવાંગના સમાન તેઓ દેને પણ મોહિત કરતી હતી. વળી વિભ્રમ–વિલાસરૂપી મેઘથી વ્યાપ્ત તેમજ ઉલાસ પામતા લાવણ્ય રૂપી જલવડે પલ્લવિત થયેલા તે તે ગુણરૂપી વૃક્ષેથી વિભૂષિત, તે કુમારીઓના વન રૂપ વનમાં પરિભ્રમણ કરતે કામરૂપી પાધી ચંચલ એવી તેમની ભ્રકુટી રૂપ ધનુમાંથી નીકળતા કટાક્ષરૂપ પ્રખર બાણ વડે કયા કામુક મૃગલાઓને ન મારતો હતો ? કામદેવશ્રેષ્ઠી કન્યાઓના સમાન ગુણવાળા વરોની તપાસ
કરવા લાગ્યો, પરંતુ તેવા ઉત્તમ ગુણું વરની ગણપતિઆરાધના. કોઈ ઠેકાણે પ્રાપ્તિ થઈ નહીં. તેથી તે બહુ
ચિંતામાં પડયે, હવે શું કરવું? એમ ચિંતવતાં તેણે ગણપતિની વિધિ પ્રમાણે આરાધના કરી. ગણપતિએ પ્રત્યક્ષ થઈ શ્રેષ્ઠીને કહ્યું કે, હારી ઉપર હું પ્રસન્ન થયો છું, ત્યારે જે કરવાનું હોય તે તું કહે હું તૈયાર છું, શ્રેષ્ઠી બે, મહારી પુત્રીઓને ગ્યવર આપ. ક્ષણમાત્ર ધ્યાન કરી ગણપતિએ કહ્યું, હારી આઠે પુત્રીએને આનંદ આપનાર ગુણવાન સાથે એક જ વર થશે. તું ઘેર જા, કન્યાઓના માટે વિવાહની સામગ્રી તૈયાર કર, લગ્ન સમયે કામદેવ સમાન તેજસ્વી વરને હું લાવીશ, એ પ્રમાણે દેવની આજ્ઞાથી
For Private And Personal Use Only