________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૨૯) તે ગેપગિરિનગર કયાં? અને કયાં આ વલભીપુરી? તેમજ ગણપતિને સમાગમ કયાંથી? દરથી કુમાર અહીં આવી કન્યાઓને પરણીને ચાલ્યા ગયે.” પતિના દર્શનસમાન તે લકના દર્શનથી બહુ આનંદ માનતી ગુણશ્રીએ બુદ્ધિપ્રભાવવડે તેના અર્થ ઉપરથી સાબીત કર્યું કે, રૂપમાં કામસમાન તે અમારો પતિ જરૂર પગિરિનો રહીશ હોવો જોઈએ અને ત્યાંથી તેને ગણપતિ અહીં લાવ્યા હશે. અમારા ચાતુર્યની પરીક્ષા માટે આ લોક લખી અમને અહીં મૂકીને તે પોતાને ઘેર ગયે છે. અહે ? તેની ધુત્તતામાં કંઈ બાકી નથી. એ પ્રમાણે ગુણશ્રીએ પતિ સ્થાનનો નિશ્ચય કરી પોતાના પિતાને કહ્યું, હે તાત ? આ લેક ઉપરથી હે મહારા પતિનું નગર જાણ્યું છે. માટે હને ત્યાં મોકલે, વિલંબ કરવાની જરૂર નથી. વેપાર નિમિત્તે પગિરિમાં જઈને પોતાની બુદ્ધિના પ્રભાવથી હું સ્વામીને લાવીશ. કામદેવ બ, વલ્સે ? તું પતિનું સ્થાન જાણે છે ખરી, પરંતુ તેનું નામ વિગેરે કંઈ જાણતી નથી તો તું કેવી રીતે તેને ઓળખીશ? વળી ત્યાં ચાર લોકો ચારે તરફ ફરતા હોય છે તેથી તે માર્ગ પણ ઘણું કઠિન છે અને દેવાંગના સમાન તને જેઈ કામાતુર થયેલા તે ચરે તને પકડી લેશે. માટે હે પુત્રી ? ત્યારે અહીંજ રહેવું, આ બાબતનો પ્રયાસ કરવાની ત્યારે જરૂર નથી. હું જ પિતાના આસપુરૂષ પાસે જલદી તેને તપાસ કરાવીશ. ગુણથી બોલી, હે તાત ? અમારી હોંશીયારી જેવા માટે
તેણે અમારે ત્યાગ કર્યો છે, જે અમે પોતે ગુણશ્રીમતિના. જ તેને ધી કાઢીએ તેજ અમારી હશી
યારી સ્પષ્ટ દેખાય, વળી માર્ગમાં આવતાં વિને દૂર કરવા માટે હું પોતેજ આપની પાસેથી પોતાના રક્ષાયંત્રની માફક પુરૂષવેષ ગ્રહણ કરીશ તેમજ હે તાત? આ
For Private And Personal Use Only