________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
(૩૩૩) કલાવૃક્ષ સમાન દીપે છે. ફાર સુગંધથી ભરેલા કમલની માફક એના ગુણે વિદ્વાનોના વર્ણન કરવાથી કેના શ્રવણ ગેચર નહીં થયા હોય? રોહિણી ચંદ્રને જેમ જે સ્ત્રી એને પરણે તે સ્ત્રીને જ હું ભાગ્યના વૈભવવડે ધન્ય માનું છું. એ પ્રમાણે પિતાની સખીના મુખથી ગુણશ્રીના ગુણે સાંભળી મદનવતી તેની ઉપર વિશેષ રાગવાળી થઈ. “ૌવનથી ઉન્મત્ત થયેલાઓનાં મન પ્રાચે વિવેકહીન થાય છે. ” અન્યથા તે સ્ત્રી ગુણશ્રી ઉપર કેવીરીતે રક્ત થાય? અથવા આ દોષ જૈવનવયનો નથી ખરેખર દેવનેજ છે, કારણકે “જે દૈવ અયોગ્ય સ્થાનમાં પણ ચિત્તને બળાત્કારે વિમૂઢ બનાવે છે. ત્યારબાદ તે મદનવતી ગુણચંદ્રના અનેક ગુણેનું વારંવાર સ્મરણ કરી કામાતુર થઈ ગઈ અને કરેણુહસ્તીની જેમ મહામેહરૂપી અગાધ કાદવમાં ડુબી ગઈ. વિરહ વેદનાને લીધે સ્નાન, અંગવિલેપન, તાંબલ, ગીત, નૃત્ય અને ઉત્સાદિ પણ વિષની માફક તેને દુઃખ દાયક થયાં, એટલું જ નહી પણ કામદેવના પ્રતાપથી ઉત્પન્ન થયેલ તાપ તેણને એટલે પીડવા લાગ્યું કે, દેવની પ્રતિકુળતાથી જેમ દરેક ઉપાયે તે પીડાને શાંત કરી શકયા નહીં, વિરહીજનોના શરીરમાં રહેલે તાપ પાણી, કમલ, જળથી ભીંજાએ વીંજણે, ચંદન, ઝરણાં અને ચંદ્ર આદિ અતિ શીતલ પદાર્થોથી પણ શાંત થતો નથી, ઉલટો અતિશય વૃદ્ધિ પામે છે, તો આ વિષમ તાપને વૈદ્ય લેક કેવી રીતે દૂર કરે ? વિરહમાં આવી પડેલી ચક્રવાકીની માફક વિક્લવ બનેલી મદનવતીને જોઈ નામ અને ઉક્તિથી પણ પ્રિયંવદા તેની સખીએ પોતાની હોંશીયારીથી તેને એકાંતમાં જઈ કહ્યું કે, હારા શરીરે અતિ દુ:સાય શું વ્યાધિ થયે છે ? કિંવા કોઈ માનસિક ચિંતા થઈ છે? જેથી તું ગ્રીષ્મ ઋતુવડે વેલડી જેમ બહુ શોચનીય દશાને અનુભવે છે. મદનવતી બોલી,
For Private And Personal Use Only