________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮)
શ્રી કુમારપાળચરિત્ર. જે હર્ષ થયે તે કવિઓ પણ વર્ણવી શકે તેમ નહોતું. વળી તે સમયે વરકન્યાના છેડા બાંધ્યા, ત્યાં વેદીની અંદર બેઠેલી ગુણશ્રી વિસ્મય પામી વિચાર કરવા લાગી, સર્વત્ર વ્યાપક એવી કવિની બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી, ત્રણે લોકને ઉલ્લંઘન કરનાર મનની કુરતી જ્યાં અટકી જાય છે, તેમજ ભવિષ્યવેદકના જ્ઞાનમાં પણ જેના પ્રકાશ પડતો નથી એવા કાર્યને પણ દેવ એકદમ સિદ્ધ કરે છે એ જ્હોટું આશ્ચર્ય છે. વળી સ્ત્રી સાથે સ્ત્રીનું પાણિગ્રહણ એ કઈ સમયે દેખ્યું નથી તેમ સાંભળ્યું પણ નથી. એમ છતાં વિધિએ આ પ્રમાણે જે ઘટના કરી તે ઑાટે અચંબે લાગે છે. પછી હસ્તમેચન સમયે સમરસિંહરાજાએ બહુ હર્ષથી ગુણચંદ્રને અનેક હાથી ઘોડા અને સુવર્ણાદિક દાયજો આપે. ત્યાર બાદ સમરસિંહ વિગેરે રાજલક સાથે ગુણચંદ્ર મદનવતીને લઈ પિતાના સ્થાનમાં ગયે. તે સ્થાનની અંદર પિતાના ચિત્તની માફક વિશાળ એક મંદિર બનાવી તેની અંદર ગુણશ્રીએ મદનવતીને રાખી. પછી બુદ્ધિશાળી ગુણશ્રીએ પોતાના પરિવારને કહ્યું કે,
હારી વાર્તા આ મદનવતીની આગળ કોઈ દિવસ તમારે કરવી નહીં. ત્યારબાદ રાત્રીના સમયે વરકન્યા બંનેનો પરસ્પર અમૃત સમાન વાર્તાલાપ ચાલ્યા, ગુણશ્રીએ પોતાનું સ્ત્રીત્વ છુપાવવા માટે મદનવતાને કહ્યું, હે પ્રિયે? વિશેષ વતની ઉપાસના માટે હેં છ માસ સુધી બ્રહ્મચર્યવ્રત પાલવાની પ્રતિજ્ઞા કરી છે, હાલમાં બે ત્રણમાસ થઈ ગયા છે બાકીનો સમય પુરે થશે એટલે હું તારી સાથે આનંદથી હંમેશાં મુખ વિલાસ કરીશ. છ માસ પુરા થાય ત્યાં સુધી તારે ખેદ કર નહીં. એ પ્રમાણે મદનવતીને આધા. સન આપતી ગુણશ્રી હંમેશાં ગેઝી અને અલંકારાદિક આપવાવડે સંતુષ્ટ કરતી હતી, કામક્રીડાના ભંગને લીધે ખિન્ન થયેલી મદનવતી પણ મહાકષ્ટથી દિવસ વ્યતીત કરી હતી.
For Private And Personal Use Only