________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૬)
શ્રીકુમારપાળચરિત્ર. ને તે સ્વીકાર કર, હે ગુણપાત્ર ? એણનું રૂપ સંદર્ય એવું છે કે, જેની આગળ દેવીઓ તૃણસમાન દેખાય છે. તે વાત સાંભળી ગુણશ્રી ચિંતાતુર થઈ ગઈ અને તે સમરસિંહરાજાને કહેવા લાગી, હે પ્રજાબંધે આ સંબંધ કેવી રીતે ઉચિત ગણાય ? ક્યાં સૂર્ય અને ખદ્યોત? કયાં મેરૂ અને સર્ષ૫? કયાં કલ્પદ્રુમ અને ધતુર–ધંતુરો? કયાં માણિજ્ય અને કાંકરે? તેમજ લક્ષમીવડે કુબેરને જીતનાર એવા આપ કયાં અને રંક દશાને અનુભવ તે હું વણિકપુત્ર કયાં ? મહાસાગરના સંબંધને તળાવ કે દિવસ લાયક થાય નહીં, વળી દૂર રહેલ પુરૂષે બહુ યતથી દેવની માફક જેની આરાધના કરે છે તેની પુત્રીના વિવાહનું સાહસ સ્વપમાં પણ ઈચ્છવા લાયક નથી. આપણે જાતિ પણ ભિન્ન છે, સમાન સંપત્તિને અભાવ છે, એક સ્થાનમાં મહારે રહેવાનું નથી તેમજ મહારાં માતાપિતાએ અહીં નથી તે હારે આ કામ કેવી રીતે કરવું ? ફરીથી રાજાએ તેને કહ્યું, તું જે બાબત કહે છે તે સર્વે હું હારા હૃદયની અંદર જાણું છું, પરંતુ કેઈ વખત હારી પુત્રીના જોવામાં તું આવેલ તેથી તે દેવપર દેવી જેમ હારી ઉપર બહુ આસકત થઇ છે, માટે હે વિદ્વ ? હારી આ પ્રાર્થના છે. એમ સમજી ધન વિગેરેનો સંકોચ અને પિત્રાદિકને પૂછયાની વાત તું હારા મનમાંથી દૂર કર, તેમજ પ્રેમની વૃદ્ધિ માટે હારું વચન તું પ્રમાણ કર. એ પ્રમાણે રાજાને બહુ આગ્રહ જોઈ ગુણશ્રીએ કહ્યું કે, વૃદ્ધોને પુછી સવારમાં હું જવાબ આપીશ. રાજમંદિરમાંથી નીકળી ગુણશ્રી પિતાના ઘેર આવી અને
મનમાં આશ્ચર્ય પામી વૃદ્ધોની આગળ સમરગુણશ્રીવિચાર. સિંહરાજાની હકીકત પ્રગટ કરી. ફરીથી તેણે
પૂછ્યું કે, હે વૃદ્ધપુરૂ? હવે અહીં મહારે શું કરવું? તે આપ વિચાર કરી કહો, અહ? દેવે મહને કેવા
For Private And Personal Use Only