________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વઝસર્ગ.
(૩૩૫) પ્રમાણે રાજકુમારીને શાંત કરી તે જ વખતે પ્રિયંવદા તેની માતા પાસે ગઈ અને આ સર્વવૃત્તાંત તેણીએ નિવેદન કર્યું. મદનવતીનું વૃત્તાંત જાણે રાજપત્ની-સમરશ્રીએ પિતાના
પતિને એકાંતમાં લાવી પ્રેમપૂર્વક મદનવસમરશ્રી તીનું વૃત્તાંતનિવેદન કર્યું. સમરસિંહરાજાએ
કહ્યું, દેવિ ? પુત્રીને પરણાવવાનો વિચાર ઘણા દિવસથી કરતો હતે. પરંતુ તે ગુણવાન વર નહીં મળવાથી અનુઘમીની માફક હું છાનોમાનો બેસી રહ્યો છું, પણ આપણું પુત્રી પોતેજ ગુણચંદ્ર પર રાગવાળી થઈ છે તે બહુ સારૂ થયું. વળી હે પ્રિયે ? સુંદર લક્ષમીવાન આ વર બહુ પુણ્યવડે ખરેખર મળી શકે, પરંતુ તે વણિપુત્ર છે તેથી મહારા મનમાં કંઈક ચિન્તા રહે છે. બહુ ખુશી થઈ રાણી બોલી, સ્વામિન્ ? આ ચિંતા તહારે બીલકુલ કરવી નહીં, કારણ કે, વાણિઓ પણ સામાન્ય હોતા નથી, તેમની અંદર અલૌકિક ગુણો હોય છે. यत:-कुलं शीलं सदाचारो-विवेको विनयो नयः ।
श्रेयस्यं च यशस्यं च, वणिक्ष्वेवाऽखिलं किल ॥ १ ॥ “કુલ, શીલ, સદાચાર, વિવેક, વિનય, નીતિ, શ્રેયસ્ અને યશ એ સર્વ ગુણ વણિકૂજાતિમાં જ હોય છે. માટે આ પુત્રીને ગુણચંદ્રની સાથે જ પરશુ, કારણકે આ બંનેને સંબંધ ચાંદણું અને ચંદ્રની માફક બહુ લાધ્ય છે. એ પ્રમાણે પોતાની સ્ત્રીનું વચન અંગીકાર કરી ભૂપતિએ તત્કાલ ગુણશ્રીને એકાંત માં લાવી કહ્યું, પ્રીતિરૂપ વેલડી અને મેઘની માફક દૈવયોગે આપણે બંનેની તેવી મૈત્રી થઈ છે કે જેથી કોઈ પણ સ્થલે કંઈ પણ અંતર દેખાતું નથી, હાલમાં તેની દઢતાને માટે હારી પુત્રી
For Private And Personal Use Only