________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
શ્રી કુમારપાળચરિત્ર. સખી ? હું જ્યારે ગવાક્ષમાં બેઠી હતી તે સમયે સૂર્ય સમાન તેજસ્વી જે કુમાર મહારી દષ્ટિગોચર થયે, તેના જેવાથી જ કમલિની સમાન હારી દષ્ટિ આનંદથી પ્રફુલ થઈ ગઈ અને તેના માટે જ હું આવી દુર્દશામાં આવી પડી છું, હાલમાં બ્રહ્મજ્ઞાની કેવલ બ્રહ્મને જેમ હું સર્વ દિશાઓમાં, આકાશમાં આગળ પાછળ અને પડખાઓમાં પણ તે કુમારનેજ દેખું છું, જ્યારે
હે એને દૂરથી જે હતો ત્યારે તે ચંદ્ર સમાન શીતલ હતો, અથૉત્ તે આનંદ આપતા હતા અને હાલમાં હારા હૃદયમાં આવે એટલે તે અગ્નિની માફક કેમ બાળે છે? હે સખી? મહારા દુઃખનું કારણ હું તને નિવેદન કર્યું, જે હારૂં હિત ઈચ્છતિ હોય તે તુ જલદી તે કુમાર મને પ્રાપ્ત થાય તે ઉપાય કર. પ્રિયંવદા બોલી, સખી ? હું હારા મનની વાત જાણું
છું, છતાં પણ હું તને પૂછયું તે માત્ર પ્રિયંવદાસખી. કૌતુકને લીધેજ. વળી તે સુંદરપતિ માટે ત્યારા
હદયમાં તું બીલકુલ ખેદ કરીશ નહીં. કારણ કે; સુવર્ણ અને રનની માફક ચોગ્ય જનનો સમાગમ દુર્ઘટ થતો નથી. તું પણ રાજપુત્રી છે ત્યારામાં કઈ પ્રકારની ખામી નથી અને ગુણચંદ્ર બહુ ગુણવાનું છે, તમારા બંનેની ઘટનામાં કંઈ પણ ન્યૂનતા નથી, માત્ર દેવની પ્રબલ અનુકુળતા હોવી જોઈએ. કારણકે, દરેક કાચો દેવ સિવાય સિદ્ધ થતાં નથી, સર્વત્ર એનું પ્રાધાન્ય ગણાય છે. શંકર અને પાર્વતી, કૃષ્ણ અને લક્ષ્મી ના પરસ્પર સમાગમથી દૈવ પણ ગ્યને ચોગ્ય સાથે જોડવામાં પ્રાચે ઉઘુક્ત હોય છે એમ જોવામાં આવે છે. હે સખી? આ વૃત્તાંત હારી માતાને કહીને તેવી રીતે હું ઉદ્યમ કરાવીશ કે જેથી ત્યારે મનોરથ સિદ્ધ થશે, તું કઈ પ્રકારની ચિંતા કરીશ નહીં. એ
For Private And Personal Use Only