________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
શ્રીકુમારપાળચરિત્ર. પતિ અમને કયાંથી મળે ? કડવી તુંબડીની વેલીઓને કલ્પદ્રુમનો સમાગમ દુર્લભ હોય છે. જે પ્રાણ? હવે તમે ચાલ્યા જાઓ, રે જીવ! તું પણ જલદી ચાલ્યો જા. રે હૃદય? હવે હારીપણ કંઈ જરૂર નથી, બલાત્કારે બળી જ. ૨ દેહ? તું બળીને ભસ્મ થઈ જા, જો કે, તમારા સર્વનો સ્વામી તે પુણ્યસાર તો કોઈપણ સ્થળે ચાલ્યા ગયે તો હવે તેના વિના તમે અહીં રહીને શું કરવાના છે ? કામદેવશ્રેષ્ઠી રૂદન કરતી પિતાની પુત્રીઓને કહેવા લાગ્યું.
પુત્રીએ ? હવે તમે વરને માટે દુ:ખી થશે કામદેવપ્રતિબોધ. નહીં, પ્રથમ તમને આ ઉત્તમ પ્રકારને વર
જેણે આપ્યો હતો તે ગણપતિજ ફરીથી તે વર લાવી આપશે. ચિંતા કરશે નહીં અને હું પણ તેને માટે હાલમાં જ તેની આરાધના કરૂ છું. એમ કહી પિતાએ મહામુશીબતે પુત્રીઓને શાંત કરી. હવે સરસ્વતી સમાન હોંશીયાર ગુણશ્રી શાકને કંઈક શિથિલ કરી પિતાના મનમાં વિચાર કરવા લાગી, સુંદર આકૃતિવડે જેની બુદ્ધિને પ્રભાવ દીપતે હવે તે પતિએ કોઈ કારણને લીધે અમારે ત્યાગ કર્યો, પરંતુ પિતાનું સ્વરૂપ જણાવ્યા વિના તે અહીંથી જાય નહી, વળી જતી વખતે તે બહારના દ્વાર આગળ છેડે સમય રોકાયો હતે, તે ઉપરથી નિશ્ચય થાય છે કે, પોતાની જાણ માટે તેણે કંઈક લેખ લખ્યો હશે. હું તપાસ કરું એમ ધારી ગુણશ્રી એકદમ ઉઠીને દ્વાર આગળ ગઈ અને ત્યાં જોયું તે ભારવટપર લખેલે એક લેક તેણીના લેવામાં આવ્યા. જેમકે
क्क स गोपगिरिः केयं, वलभी क विनायकः । दूरादेत्य कुमारोऽत्र, परिणीय कनीर्ययौ ॥ १ ॥
For Private And Personal Use Only