________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રી કુમારપાળચરિત્ર. ચારેક ગાઉ ગયો એટલે ત્યાં એક વડ આવ્યા, તેની નીચે વિવાહને વેષ પહેરી સુતેલો કુમાર તેના જવામાં આવ્યું. ધનસાર પ્રમુદિત થઈ તેની પાસે જાય છે તેટલામાં કુમાર પણ રાજહંસની માફક જાગી ઉઠે. માનવંત છતાં પણ લજા પામતો પુણ્યસાર પૃથ્વીપર મસ્તક નમાવી શિષ્ય સદ્ગુરૂને જેમ પિતાના ચરણમાં નમે, આલિંગન કર્યા બાદ પિતાના નેત્રેમાંથી અશ્રુ પડવા લાગ્યાં, પછી તેણે વિનયને બોધ આપતાં કહ્યું કે, હે વત્સ? પિતા પુત્રને તિરસ્કાર કરે છે તે તેના હિત માટે જ હોય છે, સૂર્ય બહુ તપાવે છે તે પણ તે કમલના વિકાસ માટે જ થાય છે. અશિક્ષિત પુત્ર કેઈ દિવસ મહત્ત્વ પામતો નથી, ઘર્ષણ કર્યા સિવાય રત્નની કિંમત વધતી નથી. વત્સ? તને હું કાલે માત્ર વચનથી શિખામણ આપી હતી,
એટલામાં એકદમ દેહમાંથી પ્રાણ જેમ તું ઘરમાંથી કેમ નીકળી ગયે ? લ્હારી માતા હારા વિયેગ રૂપ અગ્નિથી બળી રહી છે અને ખાતી પણ નથી. હું પણ લ્હારા માટે આખી રાત ફરી ફરીને બહુ થાકી ગયો છું. હે વત્સ? દુઃખરૂપી અંધકારને દૂર કરનાર હારા આગમનથી આપણું ઘર ફરીને સૂર્ય મંડલથી પ્રકાશિત થયેલ આકાશને અનુસરો. ઈત્યાદિક વચન કહીને શાંત છે આત્મા જેને એ તે ધનસાર પુણ્યસારનો હાથ પકડી બલાત્કારે તેને લઈ પોતાને ઘેર ગયે. પુણ્યસાર પિતા સાથે ઘેર ગયે, બાદ પિતાની માતાને નિષ્પદ્ધ-કમલ વિનાની પશ્વિની સમાન શેભા રહિત જેઈ તે વિચાર કરવા લાગ્યો. અહ? મહારા વિયોગને લીધે હારી માતાની કેવી સ્થિતિ થઈ છે? જે હાર પિતે ચોરી લીધું હતું તેનાથી ઘણે કિંમતી હાર પોતાના કંઠમાંથી ઉતારી માતાની આગળ ભેટ તરીકે મૂકીને વિનયપૂર્વક તેના ચરણમાં પુણ્યસાર નમ્યું. પછી પોતાની પાસે
For Private And Personal Use Only