________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વકસર્ગ.
( ૩૨૫) જાણું બહુ આક્રંદ કરવા લાગી અને પિતાના ધનશ્રીપ્રલાપ. પતિને કહેવા લાગી કે, હે સ્વામિન્ ? આપની
આવી ખરાબ બુદ્ધિ ક્યાંથી થઈ ? જેથી તમે પ્રાણથી પણ અધિક એવા પુત્રને ઘરમાંથી કાઢી મૂકે. જો કે, એણે બાલચપલતાને લીધે હારાદિકની ચોરી કરી તો તેને સારી શિખામણ આપવી હતી પણ નોકરની માફક તેને કાઢી મૂકો નહોતે જોઈતે. આપ ભૂલી ગયા ! !! પુત્રના અભાવથી કેટલું ધનખરચી નાખ્યું ત્યારે કામદેવસમાન સુંદરઆકૃતિવાળે આ પુત્ર જોવા મળે. ધનની સ્થિતિ એક સરખી રહેતી નથી, તો તે અસ્થિરધન માટે પુત્રને તિરસ્કાર કોણ કરે? કારણ કે, પિત્તળ માટે સુવર્ણ ત્યાગ કેણ કરે? માટે હે સ્વામિન્ ? જલદી ઉભા થાઓ? પુત્રને શેાધી લાવે, તેનું મુખ જોયા વિના હું અન્નજળ લેવાની નથી એવો મહારે નિશ્ચય છે. ધનસાર બ , ભદ્રે? એનાં કુકર્મ દૂર કરવા માટે શિક્ષા કરી છે. નહીં તો શું પુત્ર હુને અળખામણે હશે ? મ્હારા પ્રાણથી પણ તે અધિક પ્રિય છે. ભલે પુત્ર હોય પણ તે ચર્યાદિક કરતા હોય તે તે કુલનો નાશ કરનાર થાય છે. કારણ કે, વિષમિશ્રિત અમૃત પણ પ્રાણપહારી થાય છે. કદાચિત્ વ્યસનાસક્તપુત્રને પિતા શિખામણ ન આપે તો પ્રજાના પાપવડે રાજા જેમ પુત્રના પાપ વડે પિતા લેપાય છે. એમ કહી પોતાના સેવકોને ચારે દિશાએમાં પુત્રની શેષમાટે જલદી મોકલી દીધા અને પોતે પણ તેની તપાસ માટે નીકળ્યો. નગરની અંદર મિત્રોનાં ઘર વિગેરે જેયાં. તેમજ નગરની બહાર દેવાલયમાં પણ તપાસ કર્યો, નષ્ટ વસ્તુની માફક શ્રેષ્ઠીએ આખીરાત તેને તપાસ કર્યો, પરંતુ કોઈપણ ઠેકાણે તેને પત્તો લાગ્યો નહીં. *
પ્રભાતમાં દૈવઈચ્છાએ ધનસાર પશ્ચિમદિશા તરફ ચાલે,
For Private And Personal Use Only