________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦)
શ્રી કુમારપાળચરિત્ર. હારી માતા આ સર્વે બહેનો અને તમે એક હારી દઢ પ્રતિજ્ઞા સાંભળે. છ માસની અંદર નીતિશાળી પોતાના પતિને જે હું ન લાવું તે ત્યાંજ ચિતાગ્નિમાં પતંગની માફક હું પ્રવેશ કરવાની. ત્યારબાદ શુભ દિવસે પિતાએ તેને પુરૂષને વેષ આપ્યો. પુરૂષષ પહેરવાથી અદ્દભુત કાંતિમય ગુણશ્રી જનકાદિકની આજ્ઞા લઈ ચાલવાને તૈયાર થઈ, તે સમયે કેટલાક તેના ત્રીએ પણ વેપાર માટે સુખદાયક તેના સાથમાં બહુ પ્રભેદથી પ્રયાણ કરવા લાગ્યા. વલભીનગરમાંથી બહાર નીકળી ગુણશ્રીએ પિોતાના પિતાને કહ્યું કે, આજથી હવે “ગુણચંદ્ર” એવું હારું નામ લેકમાં પ્રસિદ્ધ કરવું. ગુણશ્રી પુરૂષને વેષ પહેરી ઉન્નત અશ્વ પર બેઠી. ઉન્મત્ત સ્વાવડે પોતાના અંગની માફક સર્વ સાર્થનું રક્ષણ કરતી, દાનેશ્વરીની માફક યાચકોને બહુ ઉમંગથી દાન આપતી અને પતિના લોકનું સ્મરણ કરતી તે ગોપગિરિની બહાર જઈ પહોંચી. આ નગરને ધન્ય છે કે, જેની અંદર મહારો પતિ નિવાસ કરે છે, એ પ્રમાણે રોમાંચિત અંગવાળી ગુણશ્રી વારંવાર તે નગરને જોતી હતી. ગોપગિરિ નગરના અધિપતિ સમરસિંહરાજાએ ગુણશ્રીના
ઉદાર દાનથી તુષ્ટ થએલા માગધ લેકેના સમરસિંહ સમાગમ. મુખથી સાંભહ્યું કે, વલભીપુરથી કામદેવ
શ્રેષ્ઠીને ગુણચંદ્રનામે ગુણવાન પુત્ર સવા૨માં નગરની અંદર આવનાર છે. તે જાણે ભૂપતિએ તેને સન્માન આપવા માટે પોતાના પ્રતિબિંબ સમાન મંત્રીઓને ઉત્સાહપૂ વિક ગુણશ્રી–ગુણચંદ્રના હામાં મોકલ્યા. ગુણશ્રીએ પોતે પ્રેમપૂર્વક મંત્રીઓની તેવી બરદાસ કરી કે તેના ગુણેથી આકર્ષાઈને તેઓ તેનાજ હોય તેમ થઈ ગયા. પિતાના સાર્થને નગરની બહાર નિવાસ કરાવીને નરવેષ ધારિણે ગુણશ્રી પ્રધાન સાથે
For Private And Personal Use Only