________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ભીપુરમાં ઝડપથી ગઇ અને કામદેવશ્રેષ્ઠીના ઘરઆગળ પુણ્યસારને મુકી તેઓ એલ, ત્હારે સવારમાં અહીંયાં આવવું, જેથી અમે ત્હને તે વડતળે લઇ જઇશુ.
બાદ તે અને દેવીએ કૌતુક જોવા માટે ચાલી ગઇ, પુણ્યસાર વિચાર કરવા લાગ્યા, મ્હારે આ કતુક પુણ્યસારવિવાહ, કેવી રીતે જોવું ? એમ ચિંતવન કરતા ત્યાં બેઠા. તેવામાંજ લગ્ન સમય નજીક આવવાથી પેાતાની કન્યાઓના વરહ્યા એમ કહી ગણપતિએ પુણ્યસારને પકડી શ્રેણીને આપ્યા. અશ્વનીકુમારની માફ્ક કાંતિમાન પુણ્યસારને જોઇ કામદેવશ્રેષ્ઠી અતિશય મ્હે!ટા આનંદસાગરમાં નિમગ્ન થયેા. નિષ્કંલક કુમારના મુખચંદ્રને જોઇ મંડપમાં એકેલા કયા પુરૂષનાં નેત્રકૈરવ-રાત્રીવિકાસી કમલ પ્રફુલ્લ ન થયાં હું કયાં ? આ લેાકેા કયાં ? અને આ શ્તુને શુ કરે છે ? એમ વિચાર કરતા પુણ્યસારને કામદેવ પેાતાના ઘરમાં લઇ ગયા, પછી સ્નાન કરાવી દેવની માફક દીવ્ય શણગાર પહેરાવી પેાતાની કન્યાએએ આશ્રય કરેલા માતૃકાભવન-માંયરામાં લઇ ગયા. નેત્રોને અમૃતાંજનસમાન કુમારનું સ્વરૂપ જોઇ કન્યાએ પેાતાને કૃતાર્થ માનતી દરેક પોતપોતાના હૃદયમાં વિચાર કરવા લાગી, અહા ! નિરવધિ સોંદર્ય સંપત્તિવડે આ શું કામદેવ હશે ? અથવા શરીર વિનાના કામદેવની આવી શરીર સોંપત્તિના સંભવ કયાંથી હાય ? આપણું ભાગ્ય મ્હાટ્ટુ છે, કારણ કે; આવા તેજસ્ત્રી પતિ પ્રાપ્તથયા છે. ખરેખર ચિંતામણિરત્ન પુણ્યસિવાય હસ્તગાચર થતા નથી. એમ ધ્યાનકરતી કન્યાઓના રેશમાંચ સાથે પ્રગટ થયેલા કટાક્ષેા પુણ્યસારની સ્વાગત ક્રિયા કરવા લાગ્યા. ત્યાર માદ માતૃકા ગાત્ર દેવીઓનું પૂજન કરી તેમની આગળ ગેાંરે કુમાર અને કન્યાઓના હસ્ત મેળાપની ચેાજના કરી.
For Private And Personal Use Only