________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાક અને તેનો ત્યાગકરી અને બોધ આપતી હે
વકસર્ગ.
(૩૧૯) તમાં પણ ફરીથી આવું કુકૃત્ય હું કરીશ નહીં. એમ નિશ્ચય કરી સરસ્વતીએ આપેલા લોકોને વિચાર કરતે કુમાર અભિમાનને લીધે મધ્યાહ પછી નગરમાંથી નીકળી ગયે. કયે રસ્તે જવું તેનું બીલકુલ હેને જ્ઞાન ન હતું, છતાં પણ પુણ્યની પ્રેરણાને લીધે જેમ બુદ્ધિમાન પુણ્યસાર પશ્ચિમદિશા તરફ ચાલ્યું. સુકમલતાને લીધે ચાલવું ઘણું અશક્ય થઈ પડયું, અરણ્યપ્રદેશને અનુભવ કેઈ સમયે પણ થયેલે નહીં, બહુ મુશીબતે ચાર કેશ ચાલે એટલે સૂર્યાસ્ત થયે. લાંબે વખત કોઈપણ સ્થળે હું નિવાસ કરતી નથી એમ ડાહ્યા માણસોને બોધ આપતી હોય તેમ લક્ષમીદેવીએ પદ્મોનો ત્યાગ કરી કુમુદનું સ્થાન લીધું, પુણ્યસાર, ચક્રવાક અને વિરહાતુર સ્ત્રીઓના હૃદયમાંથી નીકળેલાં દુઃખ હાયને શું ? તેમ અંધકારથી જગત્ ભરાઈ ગયું, હાલમાં કુમાર શું કરે છે તે જોવા માટે તારાઓના મિષથી આકાશ વિકસિત નેત્રવાળું હોય તેમ હું માનું છું. ચારે તરફ અંધકાર ફેલાઈ ગયે. જેથી આગળ જવાને કુમારની શકિત રહી નહીં. તેવામાં તે રસ્તામાં એક વડ આવ્યું તેના કોટર–પિલાણમાં તે છુપાઈ ગયે. હવે તેજ વડની અંદર કોમા નામે કોઈ યક્ષિણ રહેતી હતી.
તેને મળવા માટે તે સમયે કમલા નામની કામાયક્ષિણી અને એક દેવી ત્યાં આવી. તેને આવતી જોઈ કામા કમલાદેવી. યક્ષિણ ઉભી થઈ બેલી, સખિ? હાલમાં તું
કયાંથી આવી ? કંઈક કૌતુક જોવામાં આવ્યું હોય તો તે નિવેદન કર. કમલા બેલી, મહારા સ્થાનભૂત સુવર્ણ દ્વીપમાંથી હું ન્હને મળવા માટે આકાશમાર્ગે ચાલી આવી છું, વિચિત્ર પ્રકારની ભૂમિનું નિરીક્ષણ કરતી સુરાષ્ટ્રદેશના અલંકાર સમાન વલભીપુરમાં હું આવી ત્યાં જે કંઈ હારા જોવામાં આવ્યું છે તે હું કહું છું.
For Private And Personal Use Only