________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાકમાર્ગ
(૩૭) પ્રાયે સમય ગાળતો પણ પિતાને ઘેર આવતો નહતો. વિટપુરૂએ એક દિવસ તેને બહુ સત્કાર કર્યો એટલે પુણ્યસારના મનમાં આવ્યું કે, મહારે પણ આ લેકને સત્કાર કરવો જોઈએ, પોતાની પાસે કંઈપણ દ્રવ્ય નહતું તેથી તેણે પોતાની માતાને હાર ચેરી લીધો. ધનશ્રીએ હારને તપાસ કર્યો પણ કઈ જગાએ તેને પત્તો લાગે નહીં, તેમજ પોતાના પુત્રે તે લીધો છે એવી ભ્રાંતિ પણ તેણીના મનમાં થઈ નહીં. ફરીથી પણ તેવા કારણને લીધે હજાર સેનેયા તેણે પોતાના ઘરમાંથી ચોરી લીધા. કારણ કે, જેણે એક વખત ચોરી વિગેરેનો સ્વાદ લીધે હોય છે તે ફરીથી અટકતા નથી. હાર અને ધનની ચેરી જાણ ધનસાર બહુ દુઃખી થયા. પછી તેણે પોતાના ચાકરેને બેલાવી તિરસ્કારપૂર્વક ધમકી આપીને પૂછયું કે, બોલે આ ચોરી કોણે કરી છે? તમ્બારામાંથી કઈ પણ માણસે આ ચોરી કરેલી છે. માટે સત્ય હકીકત જલદી કહે. પુણ્યસારે આ ચોરી કરેલી તે બાબત એક તેના સેવકના
જાણવામાં હતી, તેથી તેણે કહ્યું, હે શ્રેષ્ઠિનું ? પુણ્યસારતિરસ્કાર. આ બંને પ્રકારની ચોરી તમહારા પુત્રે કરી છે.
તે સાંભળતાં જ ધનસારને ક્રોધ આવી ગયે. પુત્રને તરતજ પોતાની પાસે બોલાવ્યો, અતિ રેષથી તપિ ગયે હોય તેમ પરૂષ વાણીએ કહેવા લાગ્યું, રે અનાર્ય ? પંડિત પાસે તને કલાભ્યાસ માટે મૂક્યું હતું, તેને સર્વથા ત્યાગ કરી વિટપુરૂષો સાથે તું ફરતાં શિખ્યો, રે ? શું આવો ચોર થઈ ગયો ? વિટપુરૂષ ખરેખર વટવૃક્ષ સમાન કહ્યા છે, કુલીન-શ્રેષ્ઠિ એવા પણ તેઓ પુરૂષોને સેવવા લાયક નથી. કારણ કે, તેઓ જિંપુરૂષખરાબ પુરૂષ= ક્ષેને સેવવા લાયક કહ્યા છે. માટે તેવા જાપુરૂની સંગતિને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે. જેમકે -
For Private And Personal Use Only