________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રી કુમારપાળચરિત્ર.
મદનવતીએ હારૂં અપમાન કર્યું, માટે હવે સરસ્વતીપ્રસાદ સરસ્વતીનું આરાધન કરી વિદ્યા પ્રાપ્ત કરવી.
એ નિશ્ચય કરી તેણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. પુષ્પ અને કપૂરઆદિકવડે નગરની બહાર રહેલી વિદ્યાધિષ્ઠાત્રી દેવીનું આરાધન કર્યું, મૂર્તિમતી સર્વવિદ્યા હેયને શું? તેમ પ્રત્યક્ષ થઈ સરસ્વતીદેવી બોલી. હે વત્સ? હારી ઉપર હું પ્રસન્ન થઈ છું, બોલ ! હુને શું આપું, પુણ્યસારે દેવીને નમસ્કાર કર્યો અને મદનવતીએ કરેલા અપમાનનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યા બાદ તેની પ્રાપ્તિ કરાવનારી અનવદ્યવિદ્યાની યાચના કરી. સરસ્વતી બેલી, સુભગ ? હારું પુણ્ય બહુ મોટું છે, માટે તે પુણ્યને લીધે અભ્યાસથી પાંડિત્ય જેમ હારો મને રથ સિદ્ધ થશે. એમ કહી તેણુએ એક લેક કો. જેમકે;
" यदाशाया न विषय, दुर्घटं च जनेन यत् । तदप्यारोपयत्याशु, प्राक् पुण्यं प्राणिनां करे ॥१॥"
પ્રાચીન પુણ્યને પ્રભાવ એ છે કે, જેની આશા પણ ન થઈ શકે તેમજ જે પ્રાણીઓને દુર્ઘટ હોય તેવી વસ્તુ પણ અનાયાસે જલદી મનુષ્યના હસ્તગોચર થાય છે. આ લેકનું હંમેશાં હારે હૃદયમાં ધ્યાન કરવું, એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. અને પુણ્યસાર પણ પોતાને ઘેર ગયે. સ્વાર્થ સાધવામાં સમર્થ એવા તે લેકનો અર્થ સારી રીતે વિચારીને પુણ્યસાર હંમેશાં કમલમાં રાજહંસ જેમ પુણ્યમાંજ આનંદ માનતે હો, એમ કેટલેક સમય તેને વ્યતીત થયે, પછી તે વિટપુરૂષના સમાગમથી તેમની સાથે ફરતો અને નગરની અંદર નાના પ્રકરનાં કેતુક જોવા લાગ્યું. તેમજ વિટપુરૂષેની સાથે રહેવું, ખેલવું, ફરવું, હસવું, ખાવું, પીવું, મળવું અને વાતચિત વિગેરેમાં
For Private And Personal Use Only