________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪)
શ્રી કુમારપાળચરિત્ર. અને કામદેવ સમાન અખંડ સુખ ભેગવતાં તેઓને આનંદદાદાયક કેટલોક સમય ચાલ્યા ગયે. અન્યદા અપત્ય-સંતાનની ચિંતારૂપ અગ્નિવડે તપી ગયેલ બંને સ્ત્રી પુરૂષ “અગણ્ય પુણ્યથી સર્વસિદ્ધિ થાય છે એવા નિર્ણયથી અમારિ-હિંસાનિષેધ, બંદીમોચન, ચેત્યવિધાન અને દેવપૂજન આદિક પિતાના ચિત્તની માફક વિશુદ્ધ અને અતિશય ધમરાધન કરતાં હતાં, તેના પ્રભાવથી ધનશ્રી અને ધનસારને એક પુત્ર થયે. શરીરની કાંતિવડે જાણે બીજે કામદેવ હાય તેમ તે શોભતે હતો. પ્રથમ પુત્ર નહીં હોવાથી ધનસાર અને ધનશ્રીને પુત્ર થવાવડે
જે હર્ષ થયો તેની આગળ સમુદ્ર પણ ગોષ્પદ પુણ્યસાર અને સમાન હું માનું છું. બાદ માતાપિતાએ પિતાની મદનવતી. શક્તિ પ્રમાણે પુત્ર જન્મનો મહોત્સવ કરાવ્યું,
પુણ્યસારવડે પુત્રનો જન્મ થવાથી પુણ્યસાર તેનું નામ પાડયું. જ્યારે શ્રેષ્ઠીને ત્યાં પુત્રજન્મે તેજ દિવસે સમરસિંહરાજાને ત્યાં પણ પુત્રીનો જન્મ થયો. ભૂપતિએ મદનવતી તેનું નામ પાડયું. ચંદ્રકલા જેમ પ્રતિદિવસે તે અધિકાધિક દીપવા લાગી. બાલ્યવયમાં પણ તેણીની રૂ૫ સંપત્તિ જોઈ ચમત્કાર પામેલા ક્યા પુરૂષે હર્ષાવેશને લીધે મસ્તકને ન ધૂણાવતા? બાદ રાજા અને શ્રેષ્ઠાએ પોતાની પુત્રી અને પુત્રને એકજ ઉપાધ્યાયની પાસે વિદ્યાભ્યાસ માટે મૂક્યાં. સ્ત્રી જાતિ હોવાથી સરસ્વતીએ કરેલા સાંનિધયથી જેમ મદનવતી ટુંક મુદતમાં શાસ્ત્ર સમુદ્રની પાર ગામી થઈ. પુણ્યસારકુમાર તે બાલ્યચાપત્યની કીડાઓ વડે અભ્યાસથી કંટાળેલો હોવાથી કંઈ પણ હોંશીયાર થયે નહીં. એક દિવસ કંઈક યૌવનવયમાં આવેલ શ્રેષ્ઠીપુત્ર– પુણ્યસાર તરૂણ અવસ્થાથી શોભતી મદનવતીને જે કામાતુર થઈ ગયા અને તે બે , હે રાજસુતે? હું માનું છું કે, નેત્રોને
For Private And Personal Use Only