________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
( ૩૩ } અન્ય બાજુએ ભયમાં આવી પડેલા પ્રાણીને બચાવ કરે તે બંને સમાન છે.” વળી તેઓ કહે છે કે, “હે ભારત? પ્રાણીઓની દયા જે કાર્ય કરે છે તે સર્વે વેદ, સર્વે યજ્ઞ અને સર્વે તીથોભિષેકે પણ કરી શકતા નથી.” હંમેશાં સેવન કરાતી કલ્પવલી સમાન આ કરૂણા–દયા પુણ્યસારને જેમ અપૂર્વ સમીહિત–ઈચ્છિતને આપે છે. જેમકે, આ જંબદ્વીપમાં ભરી તક્ષેત્રની સંપત્તિનું વિભૂષણ શ્રીગોપગિરિનામે સ્વર્ગપુરી સમાન નગર છે. ફરીથી મંથનકરવાના ભયને લીધે જેમ અંદર રત્નો નાખીને પરિખાના મિષથી સૂક્ષ્મ સ્વરૂપધારણ કરી સમુદ્દે જે નગરની રક્ષા કરી છે. તેની અંદર સમરસિહ નામે રાજા હતો, બલવડે શત્રુરૂપ હસ્તીઓને હઠાવવામાં તે સાક્ષાત સિંહ સમાન હતો, જેની કીર્તિરૂપ કાંતિ આગળ કપૂર કસ્તૂરી સમાન શ્યામ, હંસ વાદળાસમાન, મૈક્તિકશ્રેણિ નીલમ રત્ન સમાન, ચંદ્રકાંત મણિ લોહચુંબક સમાન, ચંદ્ર કાજળના બિંદુ સમાન, ગંગા નદી યમુના સમાન અને શંભુ કૃષ્ણ સમાન દીપતા હતા. દીવ્યલક્ષમીને ધારણ કરતા તે સમરસિંહરાજાને સમરશ્રી નામે સ્ત્રી હતી, જેણુના શરીરને વિકાસ લક્ષમી સમાન નિરવધિ હતો. પવિત્ર બુદ્ધિમાન્ બુદ્ધિસારનામે તેને મંત્રી હતા. ખરેખર હું જાણું છું કે જેની બુદ્ધિથી જીતાયેલે ગુરૂ -બૃહસ્પતિ આકાશમાં રહ્યો છે. વળી તેજ નગરમાં ઉત્તમ ગુણવાન ધનસારનામે શ્રેષ્ઠી હતો. તે દરેક વેપારીવર્ગમાં મુખ્ય હતે. વિશેષ સ્મૃત્તિમય જેની કીર્તિ અને સંપત્તિઓ પણ સર્વદિશાઓમાં વ્યાપ્ત થઈ હતી, અને પરસ્પર એકબીજીની સ્પર્ધા કરતી હોય તેમ પ્રતિદિવસ તેઓ વધતી હતી. સુંદર કાંતિમય ધનશ્રીનામે તેની સ્ત્રી હતી, પોતાની કાંતિવડે લાવણ્ય સંપાદાએની અધિષ્ઠાત્રી દેવી હોય ને શું ? તેમ તે દીપતી હતી. રાત
For Private And Personal Use Only