________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૨ )
શ્રીકુમારપાળચરિત્ર. સુમિત્રને પિતાને મણિ લેવાની ઈચ્છા થઈ, જેથી તેણે એક
દિવસ રતિસેનાને કહ્યું, પ્રિયે? તું જે કપ ન મણિગ્રહણઉપાય કરે તો હું કંઈક ગમ્મત કરૂ. રતિસેના બેલી,
સ્વામિન્ ? આપ પ્રાણેશ્વર છે, આપને આ પૂછવાનું હોય ખરૂં? આ મહારા પ્રાણ આપનાજ છે, આપની ઈચ્છા પ્રમાણે યેજના કરે. પછી તેણે વેતાંજનથી રતિસેનાને ઉષ્ટ્રી બનાવી અને વૃદ્ધા ન દેખે તેવી રીતે પ્રભાતમાં સુમિત્ર પોતાને ઘેર ચાલ્યો ગયો. બને-જમાઈ પુત્રીના મુખપ્રક્ષાલન માટે સેનાની ઝારી લઈ કુદ્ધિની ઉપરના માળમાં ગઈ તો આગળ બેઠેલી ઉષ્ણી તેના જેવામાં આવી, સંભ્રાંત થઈ હૃદયમાં તે વિચાર કરવા લાગી. અરે! આ શું થયું ? જમાઈ અને પુત્રીના સ્થાનમાં આ ઉષ્ટ્રી ક્યાંથી આવી? આ ઉષ્ટ્રી સત્ય નથી, કિંતુ પિશાચી અથવા કોઈ રાક્ષસીએ તે બંને સ્ત્રી પુરૂષને ખાઈને આવું સ્વરૂપ ધારણ કર્યું છે. હાજમાઈ ? હાપુત્રી? તમે ઘરમાં રહેલાં હતાં છતાં દૈવગે આ તમને શું થયું ? કારણકે, તમહારા સ્થાનમાં આ ઉષ્ણીને પ્રવેશ કયાંથી થા ? એમ બોલતી વૃદ્ધા અશ્રપાત સાથે છાતી કુટતી અને રૂદન કરતી વિલાપકરવા લાગી. તેમજ પોતાના પરિવારને આશ્ચર્ય દેખાડવા લાગી. દુ:ખી થયેલી વૃદ્ધાને જઈ પુરતો વિચારકરી પરિવારે કહ્યું કે, સુમિત્ર તે હાલમાંજ અહીંથી પિતાને ઘેર ગયે, વૃદ્ધાએ જાણ્યું કે, પ્રથમના અપમાનવડે વૈરદ્ધિની ઇચ્છાથી તે ધૂર્ત આ વિડંબના કરી અહીંથી ચાલ્યું ગયો. તપાસ કરવો જોઈએ જે એ તેને ઘેર હોય તે જરૂર આ કર્તવ્ય તેનું જ હોવું જોઈએ, “સાધારણ મૂખ પણ અપમાનને સહેતા નથી તે કલાવાનની તો વાત જ શી ?” ત્યાર બાદ તપાસ કરાવતાં ખબર પડી કે, સુમિત્ર પોતાને ઘેર છે, એમ જાણું વૃદ્ધા તેના દ્વારમાં જતી હતી, તેને તેના પરિવારે રોકી.
For Private And Personal Use Only