________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦). શ્રીકુમારપાળચરિત્ર. નથી, છેતરવાથી જમાઈ ચાલ્યો ગયો, પુત્રીએ સતીધર્મ અંગીકાર કર્યો, એમ સર્વથી ભ્રષ્ટ થયેલી વૃદ્ધા પશ્ચાત્તાપ કરવા લાગી. તેવામાં એક દિવસ સુમિત્ર પોતાના મિત્ર વર્ગ સાથે વાર્તાલાપ કરતો હતો, પ્રસંગોપાત્ત કેટલાક આસ પુરૂએ કહ્યું કે, રતિસેનાગણિકા હાલમાં સતીસમાન વતે છે, તે સાંભળી સુમિત્રને પિતાના મણિ ગ્રહણની પ્રતિજ્ઞા યાદ આવી, જેથી તે શરીરે ઇંદ્રની શોભાને ધારણ કરતે, ઘોડો ખેલાવતે પિતાને પ્રસિદ્ધ કરવાની ઈચ્છાથી રતિસેનાના ઘર આગળ ગયે, ત્યાં જતા જમાઈને જોઈ વૃદ્ધા દ્વાર આગળ આવી અને પ્રેમથી નમ્ર બની કેયલની માફક મધુર સ્વરે બોલાવવા લાગી. સુમિત્ર પણ વૃદ્ધાને જોઈ સંભ્રાંતની માફક નમિ ગયે. પછી તે વૃદ્ધા કૃત્રિમ રૂદન કરતી તેને કહેવા લાગી, કેઈ મુસાફર પણ જલ પીવા માટે ક્ષણમાત્ર ઘરની અંદર રહે છે તેમજ એને જવાની ઘણું ઉતાવળ હોય છે, છતાં પણ પૂછયા વિના જ નથી. તમને તો બહુ ભકિતવડે અમે હંમેશાં પ્રસન્ન રાખતાં હતાં, વળી ઘરની અંદર સ્વામીની માફક તમે રહેતા હતા, છતાં અમને કહ્યા વિના કેમ ચાલ્યા ગયા? “સજજનેની મૈત્રી સાત ડગલાંમાં બંધાય છે,” એ જનકૃતિ પ્રસિદ્ધ છે, તમને તે અમે જમાઈ કયો છે, છતાંયે હાલમાં સૌહાર્દને અમલ કરતા નથી. જો કે, હિતોપદેશથી કઠોર જાણી હુને તમે ગણતા નથી. પરંતુ કેવલ તમને ઉદ્દેશી જીવિતને ધારણ કરતી મહારી પુત્રીને કેમ તરછોડી છે ? મેઘવડે લતા જેમ હૃારાથી ત્યજાયેલી હારી પુત્રી જે હાલતમાં આવી છે તે તેનું શરીર જ કહી આપશે. બાકી હું કંઈક આપને વિદિત કરું છું કે, વિરહાગ્નિવડે અત્યંત બળતું હોયને શું? એવા હૃદયને હારી સ્ત્રી મેઘશ્રેણિની માફક ધારાબંધ અને શ્રુની વૃષ્ટિવડે સિંચન કરે છે, પિતાના હૃદયમાં રહેલા તમને જ
For Private And Personal Use Only