________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૩૦૭) જેમ તે દાવાનળે જંગલી ઘાસને બાળવા માટે પ્રારંભ કર્યો. લીલાં વૃક્ષો પણ બળવા લાગ્યાં, જેમાંથી નીકળતા ધુમાડાઓ આકાશમાં છવાઈ ગયા અને એટલું બધું આકાશ શ્યામ થયું કે જેની કાળાશ હજુ સુધી પણ જતી નથી એમ હું માનું છું. તેમજ દાવાનળવડે બળતું તે વન ફટફટ ફાટતા વાંસડાઓના શબ્દો વડે પિકાર કરતું હોય તેમ ચારે તરફ દેખાતું હતું. દ્વીપના મધ્યભાગમાં રહેલા માણસને ઉછળતું સમુદ્રનું પૂર જેમ સર્વત્ર પ્રસરી ગયેલા દાવાનલે રાજાના સૈન્યને રોક્યું. ચારે દિશાઓમાં અગ્નિની
જ્વાલાઓ આકાશ માર્ગે પ્રારી ગયે છતે શોણિતપુરમાં રહેલા લોકોની માફક રાજસૈનિકે જવા લાગ્યા. જ્યારે ચારે તરફ અગ્નિ પ્રસરી ગયે ત્યારે સૈન્યના લેકે એ બહાર નીકળવા માટે ઘણાંએ ફાંફાં માર્યા પરંતુ નીકળવાની શક્તિ રહી નહીં અને ત્યાંને ત્યાં જ સંભ્રાંત થઈ તેઓ આવર્ત જળની માફક ફરવા લાગ્યા. અગ્નિવડે પીડાતા સેનિકના પ્રસરી ગયેલા આકંદસાંભળી રાજા બહુ દુ:ખી થયે અને મનમાં વિચાર કરવા લાગ્યું. હું બહુ ભાવથી શ્રી પાર્શ્વનાથ પ્રભુને વાંચવા માટે જાઉં છું, તેમાં અંતરાય કરનારની માફક આ દાવાનલબાળવાની ઈચ્છા કરે છે. તે પ્રભુની ભક્તિકરનાર કોઈપણ શાસનદેવી એવી સમર્થ નથી કે જે ક્ષણમાત્રમાં પવનસમૂહ ધૂળને જેમ શ્રાવકોના કલેશને હર કરે. એમ વીરાંગદ ધ્યાન કરતો હતો, તે જ વખતે શુદ્ધહૃદયથી પાવતીદેવી પ્રગટ થઈ અને નવીન ઉપસર્ગહરસ્તોત્ર બનાવી રાજાને આપી તેણીએ કહ્યું કે, ચિંતામણિનામના મંત્ર સહિત આ પાસ્તવનનું તું સ્મરણકર, મેઘશ્રેણિવડે જેમ એના સ્મરણવડે જલદી દાવાનલ શાંત થઈ જશે. રાજાએ તે પ્રમાણે કરે છતે એકદમ દાવાનલ શાંત થઈ ગયે. અંધકારને સૂર્ય જેમ શ્રીપાર્શ્વપ્રભુનું નામ પણ વિદ્ધને હણે છે. શ્રદ્ધામય હૃદયને
For Private And Personal Use Only