________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૯૫). શકિત તું સાંભળ? “ભૂત, વ્યંતર, યક્ષ અને રાક્ષસના કુલને હુંકારાથી હું બંધ કરૂ છું, સૂર્ય ચંદ્રને હાથમાં રાખું છું, સમુદ્રને શેષી લઉ છું, દેવતાઓ સહિત ઇંદ્રને ખેંચી લઉ છું, તેમજ ભુજંગ સહિત શેષનાગ અને સર્વ જગને વિપરીત કરી નાખુ છું, એટલું જ નહીં પરંતુ હે સુભગ? કેઈપણ ઠેકાણે કંઈપણ કાર્ય હારે દુષ્કર નથી.” આ પ્રમાણે સાંભળી સુમિત્ર સિદ્ધના આશ્રયથી સંતુષ્ટ થયે, પછી તેણે તે રાક્ષસનું વૃત્તાંત સાદંત કહી સંભળાવ્યું અને તેની પાસે રાક્ષસથી અભય માગી લીધો. સિદ્ધ અને સુમિત્ર વાર્તાલાપ કરતા હતા તેટલામાં પાછળથી
તે રાક્ષસ આવી પહોંચ્યા, જેનું મુખ વિવર રાક્ષસપરાજય. ખુલ્લા દરવાજાવાળા નગર સમાન હતું, શિખ
રાઝપર વૃક્ષવાળા પર્વત સમાન જેના ઉંચા હાથ શોભતા હતા, જેની જળહળતી દષ્ટિને પ્રકાશ વિજળીના ચમકારાને અનુસરતા હતા, તેમજ શબ્દવડે બ્રહ્માંડરૂપી પાત્રને ભેદ હતો, શરીરની આકૃતિ મેઘ સમાન શ્યામ હતી, ઉંચે વૃદ્ધિ પામતા મસ્તકવડે ઉંચા આકાશને પણ આગળ–ઉપર વધારતો, બહુ ભારથી ભરેલી પણ પૃથ્વીને પગના ભારવડે અતિશય ભારવાળી કરતા, અતિ ભયંકરતાવડે મૃત્યુને પણ ત્રાસ આપતે હોયને શું ? તેમ રેષથી દ્વિગુણ વેગને ધારણ કરતે, તેમજ કિકીયારીવડે જગને શબ્દમય કરતો હોય ને શું ? તેમ તે દુષ્ટશિરોમણિ રાક્ષસ સુમિત્રને કહેવા લાગ્યા. રે ચોર શિરોમણિ? હારૂં સાહસ સામાન્ય નથી, મૃત્યુ સમાન હારા
સ્થાનમાં આવી તું સ્ત્રીઓનું હરણ કરી ગયા છે. સુભીમરાજા પ્રથમ હારી સ્ત્રીઓને હરી ગયો હતો, તેને મહેં સહકુટુંબ ઉમાતિથિ કર્યો અને હાલમાં તને પણ કરીશ. રે જડ? હારી સાથે વિરોધ કરી કયાં સુધી તું જીવવાની ઈચ્છા રાખે છે?
For Private And Personal Use Only