________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪)
શ્રી કુમારપાળચરિત્ર. અહીં પુરૂષ છે એમ બેલતો તે દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યો, આ ગંધ તે અમારો જ છે, અહીં બીજે કઈ નથી, સિંહની ગુહામાં મરવા માટે કેણુ આવે? એમ અમારા કહેવાથી વિશ્વસ્ત થઈ તે રાત્રી સુધી રહ્યો, ફરીથી જલદી તમે આવજે એમ અમારા કહેવાથી તે પોતાના સ્થાનમાં ગયો. ત્યારબાદ સુમિત્રે હૈયે રાખી બંને પ્રકારનાં અંજન પોતાની પાસમાં લઈ લીધાં, અંજનવડે અને સ્ત્રીઓને ઉષ્ટ્રીઓ બનાવી, ખજાનામાંથી ઉત્તમ પ્રકારના રત્નોની બે શેણીઓ ભરી એક ઉંટડી ઉપર બંને ઠરાવી દીધી, એક ઉપર પિતે બેઠો અને બીજીને પોતાના હાથમાં દેરી લીધી. ત્યારબાદ મહાશાલનગર પ્રત્યે ચાલતો થયે. રાક્ષસના આગમનની ભીતિવડે સુમિત્રનું ચિત્ત બહુવિહલ હતું,
તેથી તે માર્ગમાં વાયુની માફક ઝડપથી ચાલતા સિદ્ધપુરૂષ હતો, તેવામાં અરણ્યના મધ્ય પ્રદેશમાં કોઈક
વૃક્ષ નીચે બેઠેલો એક પુરૂષ તેના જેવામાં આવ્યો. સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્રસમાન શાંતમૂર્તિ, ચગી સમાન આત્મધ્યાની,ચિત્રામણની માફક સ્થિર અને અપૂર્વ ત્તિવાળે આ કોઈ સિદ્ધ પુરૂષ દેખાય છે, અન્યથા આવી કાંતિ હેય નહીં. જરૂર આ મહાત્મા ઘાતકરાક્ષસથી હારું સંરક્ષણ કરશે. એમ વિચાર કરી સુમિત્ર નીચે ઉતરી પડ્યો, બંને ઉષ્ટ્રીઓને નજીકના વૃક્ષે બાંધી દીધી અને આનંદપૂર્વક તે મહાત્મા પુરૂષના ચરણમાં પડ્યો. ધ્યાનથી નિવૃત્ત થઈ આશિષ આપી સિદ્ધપુરૂષ બોલ્યા. વત્સ? તું શાથી ઉદાસ દેખાય છે? ચિંતાનું કારણ તું નિવેદન કર. ખુશી થઈ સુમિત્ર બલ્ય, અગ્નિજવાલા સમાન સંતાપ કરનારી મોટી ચિંતા હારે આવી પડી છે. તેમાં જે આપ મેઘ સમાન શાંતિ દાયક થાઓ તે પ્રત્યે? આપનું પૂછવું ગ્ય ગણાય. સ્મિતમુખે સિદ્ધ બલ્ય, આ બાબતમાં તને સંદેહ છે? ચમત્કારિક કેઈ અપૂર્વ હારી
For Private And Personal Use Only