________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ
( ૨૮૫) ભૂષણ) ને શોભાવતી, મુખચંદ્રની કાંતિવડે મનોવિકાર. નેહસાગરને ઉલિત કરતી, અને મંત્રાક્ષતની
માફક ફેંકેલા ચંચલ કટાક્ષેવટે, મુનિઓના પણુ મનને વારંવાર મોહ પમાડતી, જયા અને વિજ્યા તે બંને પુત્રીઓ પિતાની આજ્ઞા પ્રમાણે સુશર્માની આગળ ઉભી રહીને કંકણના ઝંકારા સાથે વીંજણાથી પવન નાખવા લાગી. ચંદ્રના ઉદયથી જેમ સુભગાઓના દર્શન માત્રથી સમુદ્રની માફક સુશર્માનું હૃદય તત્કાલ સુભિત થઈ ગયું. બાલાઓના લાવણ્ય રૂપી સુધારસનું પરિપૂર્ણ પાન કરવાથી તેણે વિષાન્નની માફકજન કર્યું નહીં, તેમની દષ્ટિરૂપ મેઘવડે વૃદ્ધિ પામતા રાગરૂપ પૂરમાં ડૂબતા તે તાપસન શીલ રૂપી વૃક્ષ દૂર થઈ ગયે, જેથી તે તેને આધાર ન થયે, તે યોગ્ય છે. અહ? જીતેંદ્રિયના પણ દેહરૂપ અરણ્યમાં કામ વ્યાધ સ્ત્રીમય પાશને પ્રગટ કરી મને મૃગને બાંધે છે. જેમકે –
असीव्यद देहे स्वे, पशुपतिरुमां कंसमथनो
विगुप्तो गोपीभि-दुहितरमयासीत् कमलभूः। यदादेशादेतत, जगदपि मृगीटपरवशं,
स वश्यः कस्य स्या-दहह विषमो मन्मथभटः ॥१॥
મહાદેવે પાર્વતીને પિતાના શરીરમાં સીવી લીધી છે, એપીઓએ કૃષ્ણની વિગોપના કરી છે, બ્રહ્મા કામ વાસનાથી પુત્રીને અનુસર્યો છે, એટલું જ નહીં પણ જેના આદેશથી આ જગત્ પણ સ્ત્રીઓના સ્વાધીન થયેલું છે, તેને કેણુ વશ કરી શકે? અહે? કામ સુભટ બહુ વિષમ છે.” કામને સ્વાધીન થયેલ દુષ્ટ બુદ્ધિ તે સુશર્માએ કન્યાઓની પ્રાપ્તિને કેઈ ઉપાય શોધી કાઢ, પછી કદન્નની માફક ભજનનો ત્યાગ કરી મુખ પ્રક્ષાલન કરીને તે ઉઠી ગયે.
For Private And Personal Use Only