________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૧) કરેલું છે એમ જાણીને જેમ તે વાનરીઓએ પ્રથમ તેનાં બંને નેત્ર ફાડી નાખ્યાં, દુષ્કર્મમાં જોડાયેલા આ પરિવ્રાજકને આવું કાર્ય ઉચિત નથી, એ હેતુથી ક્રોધાતુર થયેલી વાનરીઓએ તેનું નાક તેડી નાખ્યું. આ હૃદયવડેજ એણે નક્કી આ દુર્બાન કર્યું છે એમ જાણી તેના હૃદયના ટુકડે ટુકડા કરી નાખ્યા, આ શરીરવડે એણે પરસ્ત્રી આલિંગનને આનંદ ઈચ્છા હતો એમ જાણું તેનું સઘળું અંગ વારંવાર તેઓએ ફાડી ખાધું. એ પ્રમાણે વાનરીઓથી ભક્ષણ કરાતે સુશર્મા વ્યાકુલ થયે અને પોતાના શિષ્ય ને પિકાર કરી કહેવા લાગ્યું, રે રે? કઈ પણ પાપી મહારા શત્રુએ અંદર વાનરીઓ પૂરીને આ પેટી મોકલી છે, તે વાનરીઓ મેષની માફક મહને ફાડી ખાય છે, જે તહારે ગુરૂનું કામ હોય તે જલદી દ્વાર ઉઘાડે, નહિ તે તમારી હાજરીમાં પણ હું મરી ગયેલ છું, ગુરૂએ એ પ્રમાણે ઘણુએ બૂમ પાડી પણ શિષ્યોને પ્રથમથી ના પાડેલી હોવાથી તે સઘળે વિદ્યાને પ્રપંચ માની તેઓએ દ્વાર ઉઘાડયું નહીં, પછી હિલચૂર્ણની માફક સવાંગે ખંડિત થયેલે સુશર્મા પાપી છે એમ માનીને જેમ પ્રાણાએ તત્કાલ તેને ત્યાગ કર્યો. દુકને લીધે આ સુશર્મા શૈદ્રધ્યાનવડે મરી ગયે અને
રાક્ષસદ્વીપમાં અતિ દુર્ણાહૃદયને તે રાક્ષસ રાક્ષસનો ઉપદ્રવ. થયા. અહો ? દુષ્ટ કાર્યનું ફલ આવું જ હોય
છે. જેમકે - मृषावादः प्रौढि, दृढयति शुभं नश्यति जने,
प्रतीतिन काऽपि, स्फुरति मनसि ध्यानमशुभम् । अकीर्तिस्त्रैलोक्ये, लसति चिरमन्ते च कुगतिः, - फलान्येतानि स्यु-ननु तनुभृतां वञ्चनतरोः ॥१॥
For Private And Personal Use Only