________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
( ૨૮૯) પેટી જલદી અહીં લાવે. અને તમારે કોઈ પ્રકારે તેને ઉઘાડવી નહીં. અહ? આપણા ગુરૂનું ભાગ્ય બહુ મહેઠું છે. જેના માટે દીવ્ય ઔષધોથી ભરેલી પેટી પતે શંકર મોકલે છે. એ પ્રમાણે અમંદ આનંદરસમાં ગરકથયેલા શિખ્ય અતિ વેગથી ઉંચા ગંગાના તટપર ગયા. દૂરથી આવતી પિટી તેમના જેવામાં આવી. હવે તે પેટી પ્રવાહમાં એકદમ તરતી આવતી હતી, તેવામાં ત્યાં વચ્ચે તે મહાપુર નગરને રાજા સુલીમ જલક્રીડા કરતે હતો. તેના જેવામાં તે આવી, રાજાએ તે પેટી પિતાની પાસે મંગાવી અને વિલંબ રહિત અન્ય ચાવી લગાડી તેને ખુલી કરી તે, અંદરથી દેવકન્યા સમાન બે કન્યાઓ જોઈ તે વિતર્ક કરવા લાગ્યો કે શું આ મૂળ નક્ષત્રમાં જન્મી હશે? કિંવા વિષ કન્યાઓ હશે? જેથી એમને આ પ્રવાહમાં મૂકી દીધી છે. કિંવા નિર્દૂષણ છતાં પણ શું ગંગાના પૂજન માટે મૂકી હશે? એમ બહુ સંદેહમાં પડેલે રાજા તેમના રૂપથી મોહિત થઈ ગયો અને તે બંને સ્ત્રીઓને તેણે લઈ લીધી. કારણ કે, હાથમાં આવેલા રત્નને કેણ છડીદે? પછી એક મંત્રીને એવો વિચાર થયું કે, તેમના સ્થા નમાં બીજી બે સ્ત્રીઓ ગોઠવવી પરંતુ એ વિચાર નામંજુર કરી બીજા મંત્રીના કહેવાથી તે જ વખતે વનમાંથી બે મર્કટી-વાનરીએ મંગાવી, પેટીની અંદર તેમને પૂરીને પ્રથમની માફક તાલુ દઈ દીધું. પછી રાજાના હુકમથી તે પટી પ્રવાહમાં તરતી મૂકી. હવે તે પેટીને આવતી જોઈ શિષ્યએ બહુ ઉત્સાહથી એકદમ બહાર કાઢી અને મૂર્તિમાન અનર્થની માફક તેને પોતાના મઠના ઓરડાની અંદર મૂકી દીધી.
વિશાલ કામદેવના બાણોથી વિહ્વલ બનેલે સુશર્મા અતિશય
For Private And Personal Use Only