________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૮૭) દુષ્ટાત્મા સુશર્મા બહુ ખુશી થયે અને તેણે કહ્યું કે, પરમદિવસે– કૃષ્ણચતુર્દશીના મધ્યાન્હ સમયે લાકડાની નવીન પેટી બનાવરાવવી, તેમાં કેઈપણ છિદ્ર હેવું ન જોઈએ. તેની અંદર, રેશમી વસ્ત્ર અને ભવ્ય આભૂષણો પહેરાવી પોતાની બંને પુત્રીઓને બેસારી તે પેટીને એક તાળું વાસી દેવું. પછી બલિ પુષ્પાદિ સહિત પેટી ઉપડાવીને તું એકલો એકાંતમાં ગંગાના કિનારે આવજે. ત્યાં હું આવીને બલિપ્રદાનપૂર્વક ગંગાના પ્રવાહમાં તેને પધરાવીને શાંતિ પુષ્ટિ કરીશ. હે બુદ્ધિમન્ ? એમ કરવાથી મ્હારા સમસ્તકુલમાં શાંતિ થશે, જે ત્યારે કુશલની ઈચ્છા હોય તે તું આ પ્રમાણે કર, મુંઝાઈશ નહીં. આ પ્રમાણે પિતાના સ્વાર્થને લીધે સુશમીએ મિથ્યા પ્રપંચ
પણ એ ઠસાવ્યો કે; ગંગાદિત્યના મનમાં તે પેટીની પધરામણી. સત્ય લાગે, કારણ કે; “ભકત લોકેની બુદ્ધિ
ગુરૂ વચનમાં પ્રાયે મુગ્ધ હોય છે. ” અહે? સ્વાર્થસિદ્ધિ માટે વિવિધ પ્રકારની માયામય ચતુરાઈ વાપરી જેઓ વિદ્યા, જ્ઞાન, કલાકેશલ્ય અને ઔષધાદિક પ્રયોગો વડે જગને છેતરે છે તે પણ અંતરથી દુઇ અને બહારથી વ્રતધારી એવા પાખંડી જે ગુરૂઓ થાય તે આ બકેટ (બગલા) વિગેરે ગુરૂ કેમ ન થાય? બાદ શ્રેષ્ઠી પિતાને ઘેર આવ્યું અને આ વાત તેણે કેઈની આગળ કહી નહીં, જ્યારે કાળીચૌદશ આવી ત્યારે તેણે સર્વ સામગ્રી તૈયાર કરાવી, કઈ પણ કન્યા ભાગ્યશાળી હોય તે અન્ય કેઈ ગૃહસ્થના ઘરને દીપાવનાર થાય, પરંતુ આ દુષ્ટ કન્યાએને ત્યાગ કરવામાં હુને શી હાનિ છે? એમ મનમાં વિચાર કરી “આપણું કુલમાં કન્યાઓ આ પ્રમાણે ગંગા નદીને નમન કરવા જાય છે. એ પ્રમાણે મિથ્યા ઉત્તરવડે પોતાના પરિવારને તેણે સમજાવ્યું. ગુરૂના કહ્યા પ્રમાણે સર્વ વસ્તુ લઈ બંને પુત્રીઓ
For Private And Personal Use Only