________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬)
શ્રી કુમારપાળચરિત્ર. ઉદ્વિગ્નની માફક ગુરૂની મુખાકૃતિ જોઈ ગંગાદિત્યએકી
બે, શું આપને કોઈ વ્યાધિ થયે છે? ગંગાદિત્ય. કિંવા માનસિક પીડા છે? જેથી આપ બરાબર
જમ્યા નહીં. માયાવી સુશર્માએ એકાંત કરી તેને કહ્યું કે, હારા ઘરમાં ભાવી વિન જોઈ હું કેવી રીતે ભેજન કરું? કારણ કે ભક્તિના સ્નેહને લીધે મહને પણ પીડા થાય તેમાં શી નવાઈ? શું વિન થવાનું છે? તે તમે સત્ય કહે, એમ શ્રેષ્ઠીના પૂછવાથી તેણે કહ્યું કે, અમારા મઠમાં તું આવજે, સર્વ હકીકત તને હું કહીશ. એમ કહી તે ધૂર્ત પિતાના આશ્રમમાં ચાલ્યા ગયે. બાદ ગંગાદિત્ય તેના આશ્રમમાં ગયે અને પ્રશ્ન કર્યો કે, હે ગુરે? મહારા ઘરમાં શું વિન થવાનું છે ! કૃપા કરી જલદી આપ કહે. દુષ્ટ માયાવી સુશમોએ તેને કહ્યું, ભક્તરાજ ? હવે મહારે શું કરવું? તું કહે, એક તરફ મહારા વ્રતને ભંગ થાય છે, અને બીજી તરફ હારા કુલને નાશ થાય છે. ગૃહસ્થની ચિંતા કરવાથી જીવિતની માફક વ્રત ચાલ્યું જાય છે. અને જે તે ચિંતા હું નથી કરતો તો આ સમગ્ર હારૂં કુળ નષ્ટ થાય છે. છતાં પણ તે શ્રેષ્ઠિન ? હારી ભક્તિવડે હું પ્રસન્ન છું. તેથી હુને કહું છું કે, આ હારી પુત્રીઓ બહુ દૂષિત હોવાથી હારા કુલનો નાશ કરશે. જેમ આ સુતાઓના શરીર પર અત્યંત રમણીયતા રહેલી છે તેમ દોષ પણ ઘણો રહેલા છે, કારણ કે, વિધિ રત્નને દૂષિત કરનાર હોય છે. વળી આ કન્યાઓને કોઈ સાથે પરણાવીને તું જે આપી દઈશ તે તે લેનારના કુળનો નાશ થશે. અને તેનું પાપ તને લાગશે. એ પ્રમાણે તાપસનું વચન સાંભળી ગંગાદિત્ય ભયભીતની માફક ગભરાઈને બેલ્યો, પ્રભ? તમે દયાળુ છે, તેમજ કલાવાનું છો, આપ કહો; હવે હારે શું કરવું? જરૂર મહારે પાપવૃક્ષ જલદી ફલ્ય, એમ શ્રેષ્ઠીનાં વાકય સાંભળી
For Private And Personal Use Only