________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪).
શ્રીકુમારપાળચરિત્ર. પવિત્ર ગંગાના કાંઠા પર રમણીય વનની અંદર સુશર્મા નામે
- પરિવ્રાજક સંન્યાસી) રહે છે, તે ધર્મિષ્ઠ અને સુશર્મપરિવ્રાજક, ગંગાદિત્યનો પૂજ્ય ગુરૂ છે, શ્રેષ્ઠી હંમેશાં પોતે
તેની ભકિત માટે તેના ત્યાં જતો હતો. એક દિવસ શ્રેષ્ઠીએ પિતાને ત્યાં ભેજન માટે બહુ આગ્રહ કર્યો ત્યારે સુશર્માએ કહ્યું, ધર્મશ? તું ભક્ત છે, માટે તું આવી સેવા કરે તેમાં કંઈ નવાઈ નથી. પરંતુ ગ્રહસ્થાના ઘેર જવું તે યતિ લોકોને ઉચિત નથી. કારણ કે, “થોડો પણ ગૃહિજનનો સંગમ યતિપણાને જલદી નાશ કરે છે. જેમકે, લેશમાત્ર પણ અગ્નિ ઘાસના સમૂહને બાળી નાખે છે. ખરેખર દુનીયામાં આ બંને પુરૂષ સ્વાર્થ સાધક થતા નથી. એક તો હંમેશાં સંગપરાયણ યતિ અને બીજે સંગરહિત ગૃહસ્થ, એ પ્રમાણે ખાસ અંત:કરણથી બેલતા સુશર્મા યતિને બલાત્કારે જમાડવાની ઈચ્છાવડે શ્રેષ્ઠી બહુ આગ્રહથી પિતાને ઘેર લઈ ગયે. સાક્ષાત્ મહેશની માફક અને કલ્યાણની મૂત્તિ સમાન સુશર્માને જોઈ શ્રેષ્ઠીનું કુટુંબ બહુ પ્રસન્ન થયું. શ્રેષ્ઠીએ પોતે સાક્ષાત્ ભક્તિરસથી જેમ જલવડે તેના ચરણપ્રક્ષાલન કર્યા, પછી સુંદર સ્થાન પર તેને જમવા માટે બેસાર્યો. શ્રેષ્ઠ કવિના કા
વ્યની માફક વર્ણન કરવા લાયક છે વર્ણ—અક્ષર=સ્વરૂપ જેનું તેમજ સારી રીતે સંસ્કાર કરેલા રસાલ ભોજનને સુશમાએ જમવા માટે પ્રારંભ કર્યો. પ્રથમ કોઈ પણ દિવસ નાના પ્રકારના રસથી ભરેલી આવી રસોઈ તેના જમવામાં નહીં આવેલી, તેથી તે યતિ માધુર્યરસથી ભરેલી સુધાને પણ તેની આગળ તૃણસમાન માનતા હતે. સ્ત્રી અને પુત્ર સહિત શ્રેષ્ઠી તેની ભક્તિ કરવામાં તત્પર હતો, વિશેષમાં તેણે કહ્યું કે, હે પુત્રીએ? તમે પણ વીંજણથી પવન નાખે.
પિતાના મનહર અંગનાસંગથી શૃંગાર (શૃંગારરસઆ
For Private And Personal Use Only