________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૮૩) જેના ઉન્નત અને સારા નિધિવાળા કિલાનું અવલંબન કરી સેવે છે (વહે છે), તે નગરની અંદર ગંગાદિત્ય નામે શ્રેણી રહે છે, સૂર્યસમાને કાંતિને ધારણ કરતા અને પદ્મા (લક્ષમી) પદ્મ (કમળ) ને વિકસિત કરવામાં ઉત્સુક જે સચચક્ર-સજજનક ચક્રવાક પક્ષીઓના સમૂહને આનંદ આપે છે. વિજળી સમાન ચંચળ એવી પણ લક્ષમી, જેના ઘરમાં પુણ્યવડે વશ થયેલી સ્ત્રીની માફક સ્થિર હતી. વસુ (દ્રવ્ય) ધારાની માફક જગને આનંદ આપનારી, અને રૂપવડે અન્ય રતિ હોયને શું ? તેમ વસુધારા નામે તેની સ્ત્રી હતી, પ્રબલપુણ્યના વેગથી અપૂર્વ પ્રેમધારી તે બંને સી પુરૂષના ગૃહસ્થાશ્રમરૂપી વૃક્ષના ફલ સમાન બહુ પુત્ર થયા. પછી એક દિવસ તે દંપતીને વિચાર થયેલ કે, આપણે પુત્ર ઘણા થયા પરંતુ એમનું કુશલ કરનારી એક પણ પુત્રી નથી. અહી? લેકની વિચિત્ર સ્થિતિ હોય છે. “પુત્રવાન પુત્રીની ઈચ્છા કરે છે અને પુત્રીવાળા પુત્રની ઈચ્છા રાખે છે.” અથવા અવિદ્યમાન વસ્તુ પર જગની પ્રીતિ હોય છે. બંને જણે પુત્રી માટે કુલદેવતાની આરાધના કરી. કામદુઘા સમાન નેત્રદેવી પ્રસન્ન થઈ અને વર આપ્યો. વરદાનના પ્રભાવથી તેમને ઉત્તમ પ્રકારની બે પુત્રીઓ થઈ. એકનું નામ જયા અને બીજીનું નામ વિજયા, તેઓ બંને બહુ વિનીત હતી. બહુ પુત્રની પાછળ જન્મ થવાથી અને ભાગ્ય તથા સેભાગ્યથી પણ માતાપિતા તેમજ બંધુઓને તેઓ અતિ પ્રિય થઈ પડી. અનુક્રમે તે બંને સરસ્વતીની માફક સર્વ કલાઓમાં હોંશીયાર થઈ. તેમજ શોભાવડે અપ્સરાઓને ઉલ્લંઘન કરતી અને સુંદર તારૂણ્યને લીધે મનેહિર અંગવાળી થઈ. જે અંગોમાં વૈભવના અભાવથી વિધિએ લાવણ્ય મૂકયું નહોતું તે અંગોમાં પણ વનશ્રીએ અનાયાસથી જ તે સોકુમાર્ય સ્થાપન કર્યું એ આશ્ચર્ય છે.
For Private And Personal Use Only