________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮)
શ્રી કુમારપાળચરિત્ર. સહિત પેટી પિતાના માણસ પાસે ઉપડાવીને ગંગાના કાંઠા પર તે ગયે. દુષ્ટ વતી પણ ત્યાં આવ્યા અને શ્રેષ્ઠીના ભૂલને મોકલી પિતાની પુણ્ય શ્રેણીની માફક પેટીને નદીના જલમાં તેણે તરતી મૂકાવી દીધી. પછી સારી રીતે શાંતિ કાર્ય કરી ગુરૂએ ગંગાદિત્યને કહ્યું હવે તું ઘેર જા. કેઈ પ્રકારની ચિંતા કરીશ નહીં, વિઘને વિનાશ થવાથી હારા કુલમાં હવે આરોગ્યતા થઈ. શ્રેષ્ઠી પિતાના ઘેર ગયે, લેકેની આગળ અસત્યવાદ બે
કેગંગામાં પેટી તરતી મૂકી, તરતજ તે જળમિથ્યાવિલાપ. ના વેગથી તેવી રીતે ચાલી કે; તેને પકડવાને
કોઈની શકિત ચાલી નહીં. દર્પણ સમાન સ્વચ્છ બુદ્ધિવાળી હે પુત્રીઓ? તમને આ આપત્તિ ક્યાંથી આવી? ગંગાને વંદન કરવા માટે હું તમને લઈ ગયા હતા, તે ગંગાજ તમને ઝડપથી હરી ગઈ. અરે ? આ શો જુલમ ? વિગેરે પાકો મૂકી કુટુંબ સહિત ગંગાદિત્ય શ્રેષ્ઠીએ ઘણું વિલાપ કર્યો અને તે સમયે તેમની મરણાંત ક્રિયા કરી, “અહો ? આ કૂટનાટકને ધિક્કાર છે. ” કૂટકાર્યને ખજાને શઠસુશમાં પિતાના મઠમાં આવ્યું
અને મૂર્ખશિરોમણિ એવા પોતાના શિષ્યોને મર્કટી પ્રાદુર્ભાવ. છેતરવા માટે કલ્પિત વાત તેણે જાહેર કરી કે,
આજે સમાધિમાં બેઠે હતો, ત્યારે પ્રગટ થઈ શંકર મહારી આગળ આવ્યા અને તેમણે કહ્યું, હે યતિ ? સ્થિર મનથી કરેલા હારા ધ્યાન વડે હું હારી ઉપર પ્રસન્ન થયે છું. લ્હારા માટે હિમાદ્રિમાંથી પિતે લાવેલાં મહાન દીવ્યોષથી ભરેલી એક પેટી ગંગાના પ્રવાહમાં હું મેકલી દઈશ. તે પેટી શિષ્ય પાસે ત્યારે મંગાવી લેવી, તેમાં રહેલાં ઔષધોના પ્રગથી વિશ્વને વશ કરનારી સુંદર વિદ્યાઓ જરૂર ન્હને સિદ્ધ થશે. માટે જલદી તમે ગંગાપર જાઓ, હવે વિલંબ કરશે નહીં. તે
For Private And Personal Use Only