________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૪)
શ્રીકુમારપાળચરિત્ર. ત્યાંથી વિદાય થયા. પછી કુમારપાલ વિચાર કરવા લાગ્યો, શંકર વિગેરે દેવોએ તે પ્રમાણે કહ્યું હતું અને જીનેંઢોએ આ પ્રમાણે કહ્યું એમાં સત્ય કયું? એમ હૃદયમાં ઉત્પન્ન થયેલી સંશયરૂપ વેલીને તે તે વચનરૂપ જલવડે સિંચતા કુમારપાલે સૂરીંદ્રને પૂછયું કે, એમાં સત્ય તત્ત્વ શું? સૂરીશ્વર બોલ્યા, દેવબોધિએ તને શું કહ્યું હતું ? કુમારપાલે કહ્યું, તેના અને આપના કહેવામાં હું કંઈપણ સમયે નથી, સૂરીશ્વર બેલ્યા, રાજન્ ? કલા એ ઇંદ્રજાલ છે, તેની પાસે એક કલા શુદ્ધ છે, અને હારી પાસે તો તેવી સાત કલાઓ છે. તેની શક્તિ વડે અમે બંને જણે સ્વપ્નની માફક સર્વ લ્હને બતાવ્યું, જે તેમાં સંશય હોય તો તું બોલ? અહીં હને સર્વ દુનીયા બતાવું ? પરંતુ; હે રાજન ? આ સર્વ ફૂટ નાટકના ખેલ છે એમાં કંઈ સાર નથી, માત્ર જે સોમેશ્વરે ત્યને કહ્યું હતું તેજ સત્ય છે. એ પ્રમાણે ગુરૂમહારાજના વચનરૂપ તરંગેના સેચનવડે રાજાના હૃદયમાંથી ભ્રાંતિરૂપ સંતાપ દૂર થઈ ગયો, જેથી તે ખુશી થઇ પોતાના સ્થાનમાં ગયો. બીજે દિવસે કુમારપાલરાજા ઉપદેશરૂપી અમૃતનું પાન કરવા ગુરૂ સ્થાનમાં ગયે. ત્યાં સૂરીશ્વરે મેઘસમાન ગંભીરધ્વનિવડે ઉપદેશની શરૂઆત કરી:-- क्षाराब्धेरमृतं धनाद्वितरणं वाणीविलासादृतं,
शालात्सत्फलमंगकादुपतिवंशाच्च मुक्तामणिः । मृत्स्नायाः कनकं सुमात् परिमलः पंकात्पयो यथा,
निःसारात् पुरुषायुषः सुचरितं सारं तथाऽऽकृष्यताम् ॥१॥ “લવણ સમુદ્રમાંથી અમૃત, દ્રવ્યથી દાન, વાણીવિલાસમાંથી સત્ય, વૃક્ષથી ઉત્તમ ફલ, દેહથી ઉપકાર, વાંસમાંથી મુક્તામણિ, કૃત્તિકામાંથી સુવર્ણ, પુષ્પમાંથી સુગંધ અને કાદ
For Private And Personal Use Only