________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૭૫) ઓના હદયમાં ભૂપતિએ પ્રવેશ કર્યો. પછી તે વીરાંગદરાજા રાજમંદિરમાં ગયે, સૂર્યબિંબની માફક સિંહાસન પર વિરાજમાન થયે. મંત્રીઓ અને નાગરિલેકેએ મહેટા ઉત્સવથી રાજ્યાભિષેક કર્યો. વરસતા મેઘજળની માફક વીરાંગદરાજાના વિદ્યમાનપણથી સર્વત્ર તાપરૂપ વ્યાધિથી મુક્ત થઈ પૃથ્વીતલ શાંત થઈ ગયું, એ એના ગુણેને લીધે ઉચિતજ ગણાય. બાદ પૃથ્વીની અપ્સરાઓ અથવા નિમેષ દૃષ્ટિવાળી દેવાંગનાઓ સમાન રાજકન્યાઓ સાથે વીરાંગદનાં લગ્ન થયાં, હંમેશાં લક્ષમીવિલાસના ભેગ પિતે ભગવતે હતે છતાં પણ સમુદ્રની માફક તેના હૃદયને વડવાનળની માફક સુમિત્રને વિરહ શેષવતા હતા. અરણ્યના ગહનકુંજમાં સુમિત્રે દિવસ વ્યતીત કર્યો. સૂર્ય
મંડલે અસ્તાચલના શિખરની મુલાકાત લીધી, રતિસેના. સંધ્યાકાલને રંગબેરંગી દેખાવ દૃષ્ટિગોચર થયે.
. સુમિત્ર પણ કુંજરની માફક કુંજમાંથી બહાર નીક અને તરત જ તે સિદ્ધ માગે નગરમાં આવ્યા. ત્યાં કઈ પુરૂષના મુખથી તેના સાંભળવામાં આવ્યું કે, અહીં રાતિસેના નામે સુંદર રૂપવતી વેશ્યા રહે છે. પરંતુ તે પુરૂષ વર્ગને દ્વેષ કરનાર અને સ્ત્રીઓનું એક આભૂષણ સમાન છે. તેના લાવણ્યરસના આસ્વાદમાં આદરવાળાં નેત્રોને વહન કરતા અને કામદેવ સમાન મ્હારશૃંગારથી સુશોભિત સુમિત્ર તેના દ્વાર આગળ ગયે. ભૂમિ પર રહેલા દેવ સમાન આકૃતિથી મનોહર સુમિત્રને જોઈ રતિસેનાનું હૃદય ખુશ થઈ ગયું, પોતાના પ્રાસાદની અંદર તેને બોલાવી તે વિચારવા લાગી;
आस्यं पर्वशशी विलोचनयुगं विस्मेरमिन्दीवरं, कण्ठः कम्बुरुरश्च काञ्चनशिला स्कन्धौ च पूर्णौ घटौ।
For Private And Personal Use Only