________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૮)
શ્રી કુમારપાળચરિત્ર. બુદ્ધિએ મણિ છોડી લઈને કાંકરો બાંધ્યું હશે? એમ વિચાર કરી સુમિત્રે દરેક વૃદ્ધાના પરિવારને પૂછયું કે, જે કોઈએ પણ મારે મણિ લીધો હોય તે મને પાછો આપ, આપના શપથ (ગન) અમે રત્નની વાત જાણતાં નથી, એ પ્રમાણે પરિવારને જવાબ થયો. એ વાત વૃદ્ધાના સાંભળવામાં આવી, જેથી તે એકદમ ગુસ્સે થઈ ગઈ અને ક્રોધથી બોલી કે રે વૈદેશિક ? હા રા દ્રવ્યનું અમારે કંઈ પ્રયોજન નથી. ચેરીના અપવાદથી અને મારા લેકને કલંકિત કરીશ નહીં, કદાચિત્ અમારા ઘરમાં પણ ચેરી થાય તો સૂર્યને વિષે અંધકાર કેમ ન રહે ? એ પ્રમાણે વૃદ્ધાએ ધિકકાર્યો છતાં પણ સુમિત્ર મૌન રહ્યો. કારણ કે, અતિ ધૂર્તને બહુ ઘસારે લાગે છતાં પણ તે શું અન્યનું શરણ શોધે ખરે હવે એની પાસે કંઈ દ્રવ્યની આશા નથી, તે નિર્ધનને
રાખવાથી શું ફલ? એમ વિચાર કરી વૃદ્ધાએ સુમિત્રતિરસ્કાર. પિતાની દાસીઓને સમજાવી દીધી કે, હંમેશાં
એની સેવા બરાબર કરવી નહીં. સ્નાન પાન વિગેરે કાર્યોમાં દાસીઓ તેનું અપમાન કરવા લાગી. સુમિત્રનું કહેવું પણ તેઓ ગણકારતી નહતી અને રેષથી તેઓ કહેતી કે, શું હારા હાથે તું હારૂં કામ નથી કરી શકતો ? એક રતિસેના શિવાય સર્વને અનાદર જોઈ સુમિત્રને આનંદ નષ્ટ થયે અને આ પ્રમાણે પિતાનું અપમાન કરવાથી તેણે જાણ્યું કે; જરૂર આ વૃદ્ધાએ જ હારે મણિ લીધે છે, માટે પોતાની ઈચ્છા પૂર્ણ થવાથી તે વૃદ્ધા અપમાનવડે હુને અહીંથી કાઢી મૂકવાની ઈચ્છા કરે છે. અહ? પણ્યસ્ત્રીઓમાં જાતિ, રીતિ, સ્થિતિ, બુદ્ધિ અને વચનચાતુર્ય કેવું હોય છે? તેમજ -
For Private And Personal Use Only