________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૮૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પામેલા બુદ્ધિમાન પુરૂષ તેની પ્રતિક્રિયા કેમ ન કરે? એમ વિચાર કરી સુમિત્ર કહ્યા શિવાયજ વૈશ્યાના સ્થાનમાંથી નીકળી ગયા અને માણુ ગ્રહણ કરવાના ઉપાય ફરીથી ચિતવવા લાગ્યા.
શૂન્યનગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
46
આ નગરની અંદર મ્હારા મિત્ર વીરાંગદ હાલમાં રાજગાદીએ બેઠા છે, તેા તેને આ વાત કહી વિના પ્રયાસે મ્હારા મણિ હું એની પાસેથી જલદી લઇ લઇશ, અથવા અપમાન પામેલે હું મિત્રની આગળ કેવી રીતે જઇ શકીશ ! કારણકે; “ દુ:ખના સમયે સજ્જને એ મિત્રના આશ્રય લેવા તે પણ લજ્જાકારક હોય છે.” દુ:સ્થિતિમાં મહાન પુરૂષે મિત્રના આશ્રય ન કરવા જોઇએ એમ મ્હારૂ સમજવુ છે, ક્ષીણ થયેલા ચંદ્ર, મિત્ર-સૂર્યના આશ્રય લેવાથી પેાતાના નામના પણ લેાપ કરે છે, અર્થાત્ કિંચિત્માત્ર પશુ દેખાતા નથી. માટે દેશાટન કરીકેાઇ સુંદર કલા મેળવીને વેશ્યા પાસેથી પ્રથમ મણી લઇ લઉં પછી મિત્રને હું મળીશ. એમ વિચાર કરી સુમિત્ર ત્યાંથી આગળ ચાલ્યા, અનુક્રમે પૃથ્વીપર ફતા હતા, તેવામાં એક સુ ંદર નગર તેના જોવામાં આવ્યુ, જેના કિલ્લા ઘણૢા ઉંચા અને સુવર્ણના હતા, વળી તે કિલ્લા રત્નોના મ્હાટા કાંગરાઓથી દેદીપ્યમાન હતા. જે નગરની અંદર દીવ્ય ગંગાના તર ંગો સમાન ધ્વજાઓના વસ્રોવડે સુશેાભિત ચૈત્યે ( મદિરા ) શાભતાં હતાં, એવા રમણીય નગરને દૂરથી જોઈ સુમિત્ર આનંદથી તેની નજીકમાં ગયા, મનુષ્ય તથા પશુ આદિના સંચાર નહીં હાવાથી તેણે જાણ્યુ કે; આ નગર શૂન્ય છે, અરે ? આવું સુંદર નગર શૂન્ય શાથી હશે ? એમ આશ્ચર્ય પામી સુમિત્ર નગરની લક્ષ્મીવર્ડ અત્યંત ખેંચાયા હોય તેમ તે નગરની અંદર ગયેા. દરેક રાજમામાં યવની માક અનેક મુકતા ( મેાતી ) ના ઢગલા, નાના પર્વતા સમાન દ્રવ્યના
For Private And Personal Use Only