________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
શ્રી કુમારપાળચરિત્ર. હું અધીર બની ગયો છું, જલદી તું અહીં આવ અને મારી સાથે વાર્તાલાપ કર. હે મિત્ર ? માતાપિતાને અસાધારણ સ્નેહ, ધન અને શારીરિક સુખ વિગેરે સર્વને ત્યાગ કરી હે મહારા માટે જન્મથી આરંભી અનન્ય મિત્રતાના સંબંધવડે દુર્ગ અરણ્યવાસમાં હારી સાથે વનભ્રમણનું ઑટું દુખ સહન કર્યું, હવે હુને રાજ્ય મળ્યું ત્યારે તું કેમ છુટો પડે ? રાજ્યદાયક મણિના દાનવડે મહારે ઉપકાર કરી હાલમાં પ્રત્યુપકારની ભીતિવડે જરૂર તું નાશી ગયો છે. કારણ કેस्थितिः सतां काऽप्युपकृत्य यत्ते, प्रयान्ति तत्प्रत्युपकारभीताः। निर्वाप्य पृथ्वीं तपतापतप्तां, न वारिदा नेत्रपथे स्फुरन्ति ॥ १ ॥
સજનની તેવી કેઈપણ સ્થિતિ હોય છે કે, તેઓ ઉપકાર કરી તેના પ્રત્યુપકારના ભયને લીધે ચાલ્યા જાય છે. સૂર્યના તાપથી તપી ગયેલી પૃથ્વીને શાંત કરી વાદળાં દષ્ટિગેચર થતાં નથી. અર્થાત્ અન્યત્ર ચાલ્યાં જાય છે.” પછી વીરાંગદે કહ્યું, મંત્રીઓ ? તમે અહીંથી ચાલ્યા જાઓ, મહારા મિત્ર વિના મહારે આ ઐશ્વર્યનું કંઈ પ્રજન નથી. મંત્રીઓ વિનયપૂર્વક બોલ્યા, સ્વામિન્ ? એમ બોલવું આપને ઉચિત નથી, બહુ ભારે પુણ્યવડે પણ રાજ્યશ્રી ખરેખર દુર્લભ હેાય છે, વળી હે પ્રભે ? આ તહારે મિત્ર નામથી સુમિત્ર છે, પણ અર્થથી નથી. કારણકે જે તુછબુદ્ધિ આ તહારા ઉત્સવ સમયમાં પલાયન થઈ ગયે.
સ્વામિન્ ? આપનું ભાગ્ય બહુ તપે છે, જેથી બુદ્ધિમાન મિત્રે ઘણું આપને આવી મળશે. માટે કૃપા કરી આપ નગરમાં પધારે. એ પ્રમાણે મંત્રીઓએ બોધ કરી બલાત્કારે વીરાંગદને પિતાના નગરમાં લઈ જવાની તૈયારી કરી, ઉંચાં તરણ તેમજ
વજ પતાકાઓથી નગર બહુ શોભાવવામાં આવ્યું હતું, અદ્ભુત કાંતિમય શરીર અને લોકપ્રિય ગુણવડે નગરમાં તથા પિવરાંગના
For Private And Personal Use Only