________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૫૭) યશની સાથે બાહુઓ સ્યુલ હતા અને મહિમા સાથે સ્કંધ (ખભાઓ ) ઉન્નત થયા હતા.” સેનાના કંકણવડે માત્ર હસ્તક શોભે છે, એમ જાણું હસ્તને શોભાવનાર સ્વર્ણકંકણને ત્યાગ કરી તે રાજકુમારે સ્વ અને પરને વિષે પુણ્ય તથા લક્ષમી એમ બંને પ્રકારનાં દાનરૂપ કંકણ ધારણ કર્યો. એક દિવસ વીરાંગદ પોતાના મિત્ર સહિત, વસંત સાથે કામદેવ જેમ ક્રીડા કરવાની ઈચ્છાથી મનહર ઉદ્યાનમાં ગયો, ત્યાં અનેક પ્રકારનાં પુષ્પો ખીલી રહ્યાં હતાં, બહુ સાંદર્યને લીધે સ્વેચ્છા પ્રમાણે ખૂબ ક્રીડા કરી પછી સ્વચ્છ જળથી ભરેલા સરોવરમાં બંને જણ સ્નાન કરી પિતાના ઘર તરફ ચાલતા થયા.
બંને જણ માર્ગમાં ચાલતા હતા, તેવામાં ત્યાં સંભ્રાંત થયેલ
- કોઈક પુરૂષ મૃત્યુથી ઘેરાયેલાની માફક દેડ ભયાકાંતચોર આવ્યા, હારૂં રક્ષણ કર, રક્ષણ કર એમ બૂમ
પાડતા તે રાજકુમારને શરણ ગયો. હવે તું હીશ નહીં એમ કહી વીરાંગદે હેને શાંત કર્યો, તેટલામાં ઉઘાડી તરવારે આગળ આવતા રાજસેવકે તેના જેવામાં આવ્યા, તરતજ વીરાંગદે તેમને પૂછ્યું, આ પુરૂષ કેણ છે? એને શે અપરાધ છે? એની પાછળ તમે શામાટે આવ્યા છો? એમ કુમારના પુછવાથી તેઓ હાથ જોડી બોલ્યા, તમારા સર્વ નગરને લુંટનાર આ ચોર છે. જીવિતવ્યને મૃત્યુ જેમ એણે લેકનાં ધન હરી લીધાં છે. વળી નગરની અંદર પિતાની ઈચ્છા પ્રમાણે પિસ અને નીકળતો આ ચાર આત્માની માફક સૂક્ષ્મદષ્ટિએ લેવામાં તત્પર થએલા છતાં પણ લેકેના જોવામાં આવતું નથી. આજે રાજાને કોશ (ખજાને) લુંટી આ ચાર બહુ ઉતાવળથી નાસતે પિતાના કર્મોવડે મનુષ્ય જેમ સર્વ બાજુએ ઉભા રહી
૧૭
For Private And Personal Use Only