________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮)
શ્રી કુમારપાળચરિત્ર. કરવું? સુમિત્રે વિચાર કર્યો કે, મણિની આરાધના કર્યા સિવાય આ વિપત્તિ ટાળવાની નથી, પરંતુ સુકેમલતાને લીધે ત્રણ ઉપવાસ કરવાની શકિત કુમારમાં જણાતી નથી, માટે હાલમાં તે વાત મુલતવી રાખી કઈ પણ ઉપાયે એની પાસે ત્રણ ઉપવાસ કરાવું, એમ ધારી પોતાની બુદ્ધિથી તેણે કુમારને કહ્યું, સ્વામિન? આપણુ કંઈ ભાતું લાવ્યા નથી, આ શૂન્ય જંગલમાં કંઈપણ બીજું સાધન નથી. વળી અહીં પાકેલાં ફલ પુષ્કલ છે, પરંતુ તે સંબંધી આપણને માહીતિ નથી, અજ્ઞાત ફલ ખાવાથી આપણને કેઈપણ અનર્થ ન થાય એટલા માટે ઉપવાસ કર ઠીક છે, એમ સમજાવી તેણે કુમારને ઉપવાસ કરાવ્યું અને તે પણ ઉપવાસ કર્યો. એવી જ રીતે પુણ્યની પુષ્ટિવાળા તે બંને જણાએ બીજા બે દિવસ પણ ઉપાષિત રહ્યા. એ પ્રમાણે ત્રણ દિવસના ઉપવાસ થયા, ચોથા દિવસે તેઓ અરણ્યના સુંદર પ્રાંતભાગમાં જઈ પહોંચ્યા. ત્યાં આગળ મહાન વૃક્ષાથી સુશોભિત અને લક્ષમીવડે
વિશાલ મહાવિશાલ નામે નગરની પાસમાં ઉવાનપ્રવે. એક ઉદ્યાન હતું તેની અંદર તેઓ ગયા અને
હંસની માફક સરોવરની અંદર સ્નાન કરી સારી રીતે સ્વસ્થ થયા, પછી વીરાંગદકુમાર બલ્ય, મિત્ર? હવે સુધા સહન થતી નથી. હારા પ્રાણ હવે ચાલ્યા જશે, તું વિલંબ કરીશ નહીં, કયાંયથી પણ ભેજન લાવ, સુમિત્ર બલ્ય, આપણ
હે વિપત્તિરૂપી સાગર ઉતરી ગયા છીએ, હવે ક્ષણમાત્ર ધૈર્ય રાખવાનું છે, જેથી હું આપને દિવ્ય ભેજન કરાવીશ. રાજકુમાર ફરીથી બોલ્યા, મિત્ર? પ્રથમ ત્રણ ઉપવાસ તે કરાવ્યા છે અને હજુ પણ જૈયે રાખવાની વાત કરે છે, માટે તું હવે ભેજન આપવાને નથી.
સુમિત્રે રાજકુમારને નીલમણિ તથા પુષ્પ આપી કહ્યું કે,
For Private And Personal Use Only