________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૬૯ )
મણિપ્રભાવ.
""
વિધિજ્ઞ ? વિધિ પ્રમાણે આ નીલમણુિનુ આપ પૂજન કરે. એટલા માટે માર્ગમાં મ્હે આપની પાસે ત્રણ દિવસના ઉપવાસ કરાવ્યા છે. કારણ કે; તપશ્ચર્યા વિના પુણ્યશાલી પુરૂષાને પણ સિદ્ધિ મળતી નથી. વળી સૂર્ય—તપશ્ચર્યા આ લેાકમાં બહુ તાપ વડે શરીરને તપાવે છે. અને જલ-શૃંગારાદિ રસને શેષાવે છે તે પણ તાપન ( સૂ =તપ ) ને વિષે કમલિની જેમ સમસ્ત સિદ્ધિ રતિ ( વિકાશ= આન૪) ને પ્રાપ્ત થાય છે એ મ્હાહુ આશ્ચર્ય છે. કલેશને સહન કર્યા સિવાય કયા માણુસ લક્ષ્મીપાત્ર થાય છે? “ જુઓ ? વેધાક્રિકના કષ્ટથી કાનને સાનાના અલંકાર મળે છે. આ મણિ તુષ્ટ થવાથી રાજ્યસ ́પત્તિ આપશે, કારણકે; મણિમંત્રાદિકના મહિમા અચિત્ય હોય છે. સ્વચ્છ બુદ્ધિ છે જેની અને મણિના દર્શીનથી વિસ્મિત થયેલા રાજકુમારે પૂછ્યું, હું મિત્ર ? ખરી વાત કહે, આ મણિ ત્હને કેણે આપ્યું ? અને કેવી રીતે રાજ્ય આપશે ? સમય ઉપર સર્વ વૃત્તાંત હું' તમને કહીશ, હાલમાં આ મણુિનું પૂજન કરા, એમ સુમિત્રના કહેવાથી રાજકુમારે પૂજનને પ્રારંભ કર્યા. તેટલામાં સુમિત્ર પણ એકાંત સ્થળે ગયા અને નિલ બુદ્ધિથી પદ્મરાગમણિનુ પુષ્પાવર્ડ તેણે અન કર્યું, પછી યક્ષના કહ્યા પ્રમાણે જપવડે તેની આરાધના કરી. રત્નના અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થયા. સુમિત્રને કહ્યું કે; હું પ્રસન્ન થયા છુ, હારા સ્મરણથી હું આવ્યેા છું, ત્યારે જે જે વસ્તુ ઇષ્ટ હોય તે તુ એલ, સર્વ પૂર્ણ કરવાને તૈયાર છું. તે દેવના પ્રસાદવડે સુમિત્ર ગ્રીષ્મવડે સૂ` જેમ દેદીપ્યમાન થઇ તત્કાલ રાજકુમાર પાસે ગયા. તેટલામાં નિશ્ચલ ધ્યાનમાં આરૂઢ થઈ વીરાંગદ પણ વિધિ પૂર્વક મણિનું અર્ચન કરી નિવૃત્ત થયા હતા જેની કાંતિ ચારે તરફ્ પ્રસરતી હતી.
For Private And Personal Use Only