________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૬૩) પ્રયાણ કર્યું, ચંદ્રને નિસ્તેજ કરતી તે બંનેની મુખકાંતિ ઘરની અંદર જેવી હતી તેવીજ પ્રવાસમાં પણ દીપતી હતી. “અહે? મહાત્માઓના વૈર્યની સીમા હોતી નથી. ” ઉત્સવ અને વિપત્તિ કાળમાં પણ મહાન પુરૂષ સમાન રૂપમાં હોય છે. મંથન કરવા પહેલાં અને પચ્છીથી પણ મહાસાગરની સ્થિતિ એકસરખી જ હોય છે. વીરાંગદ અને સુમિત્ર એ બંનેનું પ્રયાણ સાંભળી તેમના
ગુણ ગ્રામથી મોહિત થયેલા નગરના લેકે પૌરજનવિનતિ. બંધુની માફક તેમની પાછળ ગયા. અને બહુ
શકાતુર થઈ વિનતિ કરવા લાગ્યા. તે રાજકુમાર ? પરોપકારી જનેમાં અગ્રણ, શરણાગત જનનું પાલન કરનાર અને નેત્રને આનંદ આપનાર એવા આપ ક્યાં જાઓ છે? બહુ બુદ્ધિમાન છતાં પણ આ રાજાની મૂઢતા હાલમાં શાથી થઈ? કારણ કે, દેહમાંથી આત્માને જેમ મંદિરમાંથી તમને કાઢી મૂકે છે. હે સ્વામિન ? સજજન રૂપી ચક્રવાકને ઉલ્લાસ આપવામાં સૂર્ય સમાન આપના પ્રયાણુથી નગરની અંદર લેકને આંધળું કરનાર શોકમય અંધારૂં થશે. આજે અમારા ભાગ્યની રચનાઓ નાશ પામી છે, કારણ કે, પિતાની માફક દયા એવા આપ અમ્હારા નગરમાંથી ચાલ્યા જાઓ છે. એ પ્રમાણે પ્રાર્થના કરતા અને ગુણ ગ્રામને વશ થયેલા નાગરિક લોકેને બલાત્કારે ઉભા રાખીને તેઓ બંને જણ નગરમાંથી નીકળી ગયા. અમૃત સમાન પરસ્પર વાર્તા વિનાદવડે પોતાના સ્થાનમાં રહેલાની માફક કિચિત માત્ર પણ તેઓ માર્ગ શ્રમ જાણતા નહોતા. કેટલેક માર્ગે ચાલ્યા એટલે ભયની રાજધાની સમાન હેટી એક વનભૂમિમાં તેઓ જઈ પહોંચ્યા. જેની અંદર વૃક્ષેની ઘણું લક્ષમી દીપે છે. શીકારી પશુઓની સ્વતંત્રતા, અંધકારનું સામ્રાજ્ય અને વિપત્તિઓને
For Private And Personal Use Only