________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૫૫) વિમાંથી કમલ જેમ ગ્રહણ કરાય છે, તેમ અસાર એવા જીવનમાંથી ઉત્તમઆચરણરૂપી સારને સંગ્રહકરે. ” વળી કંદમાંથી લતાઓ જેમ જેથી ઉત્કૃષ્ટસંપત્તિમાં વૃદ્ધિ પામે તેજ પુય કહેવાય એમ શ્રીજગતપ્રભુએ કહેલું છે. ગમે ત્યાં ફરે, અથવા ગમે તેવા ઉદ્યમ કરે પણ પુણ્યશાળી પુરૂષજ વીરાંગદકુમારની માફક લક્ષમી ભગવે છે. આભૂલેકમાં પદ્મસમાન લક્ષ્મીનું નિવાસસ્થાન જબુદ્વીપ
નામે તપ છે, જેની ચારે બાજુએ લવણ સમુ. વીરાંગદકુમાર. દ્વના ઉછળતા જળતરંગો શોભી રહ્યા છે.
તે દ્વીપની અંદર ભરતનામે ક્ષેત્ર છે, તેનાં મધ્યપ્રદેશમાં આભૂષણ સમાન અને સ્વર્ગશ્રીના વિજયથી જેમ વિજયપુરનામે નગર હતું. જેની અંદર હવેલીઓના શિખ
પર શ્રાંત થયેલા પવનથી કંપતા વજસમુદાયમાં લીન થયી હોય ને શું ? તેમ લક્ષ્મી અને સ્ત્રીઓમાં ચંચલતા જોવામાં આવતી નહોતી. તે નગરમાં મહાન પરાક્રમી શૂરાંગદનામે રાજા રાજ્ય કરતા હતા, જેના ખવડે વેરિએ રણભૂમિમાંથી નાસવાની કલા શિખ્યા. તેમજ “જેની કીર્તિરૂપ સ્ત્રીને નીચે પહેરવાનું વસ્ત્ર ક્ષીર સાગર હતા. સુરનદી (ગંગા) રૂપ ઓઢવાનું વસ્ત્ર હતું. કાસ (ઘાસ) રૂપી કંચુકી (કાંચળી) હતી, વિશાળ તારાઓની શ્રેણીરૂપ મુક્તાહાર હતા, મુખશ્રીને જેવા માટે ચંદ્રબિંબરૂપી મણિ પણ હતું અને વેત કમલ વનરૂપી ક્રીડા કમલ હતું. તેમજ તે શૂરાંગદરાજાની સ્ત્રીનું નામ વીરમતી હતું, તે સ્ત્રી પોતાના પ્રાણથી પણ રાજાને બહુ પ્રિય હતી, જેની કાંતિથી જીતાયેલી દેવાંગનાઓ સ્વર્ગવાસ સેવતી હોયને શું ? તેવી અદ્ભુત તેની કાંતિ હતી. મતિસાર નામે તેને મંત્રી હત, તે રાજકાર્યમાં ધુરંધર હવે, વળી એકત્ર મળીને જેમ
For Private And Personal Use Only