________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૫૩) માટે દેવતાઓના સમૂહ અને શુક્યાદિ રાજાઓ જેમની આગળ સેવા કરતા હોય ને શું ? એવા યથાકૃત સ્વરૂપવડે કુંરણયમાન શ્રીવૃષભાદિક સર્વતીર્થકરેનાં શ્રી કુમારપાલે દર્શન કર્યા. તેમના દર્શનરૂપ ચંદ્રથી ઉલ્લાસ પામેલા પ્રમોદસાગરમાં ડૂબતે હોય તેમ ભૂપતિ ક્ષણમાત્ર શૂન્ય થઈ ગયે. ત્યારબાદ હેમચંદ્રસૂરિ કુમારપાલને લઈ જીતેંદ્રોને નમસ્કાર કરી તેમની આગળ બેઠા. અત્યંતમાધુર્યથી ભરેલી વાણીવડે કાનને વિષે ઉત્તમ જલ
સારણનો પ્રચાર કરતા હોય તેમ શ્રીજીનેંદ્રો અનેકવાણી. બાલ્યા. સુવર્ણાદિક વસ્તુઓના પરીક્ષકે તે
ઘણુંયે હોય છે, પરંતુ ધર્મતત્તવને પરીક્ષક તો કોઈપણ સ્થળે કોઈકજ કુશલ હોય છે. રાજન? ખરેખર હોંશીયાર તું એકજ છે. જેણે પાષાણસમાન હિંસાત્મક ધર્મને ત્યાગ કરી રત્નસમાન દયામય ધર્મને સ્વીકાર કર્યો. કૃપાદિકને વિષે હૃદયને આનંદ આપનારી જે સંપત્તિ દીપે છે તે ધર્મવૃક્ષનું પુષ્પ છે અને મુક્તિલક્ષમી એ તેનું ફલ છે. વળી જેના હાથમાં ધર્મરૂપ ચિંતામણિ રહ્યો હોય તેને નૃપ, ચક્રવર્સિ, ઇંદ્ર અને તીર્થકરનો વૈભવ દૂર નથી, હારા ભાગ્યની રચના બહુ અદ્ભુત છે, જેથી તત્ત્વનિધિ શ્રી હેમચંદ્રગુરૂ તને પ્રાપ્ત થયા છે. પછી ચુકયાદિ પૂર્વજોએ હેમચંદ્રસૂરિને પ્રણામ કરી કુમારપાલને આલિંગન આપી પ્રસન્ન થઈ કહ્યું કે, હે વત્સ? લ્હારાવડે અમે પુત્રવાળા થયા છીએ, કારણકે કુમાર્ગને ત્યાગ કરી ઉત્તમ માર્ગને તું આશ્રયી થયે છે. આ જૈનધર્મનો ત્યાગ કરી અન્ય કોઈ કૃતજ્ઞપ્રભુ નથી. જે પ્રભુ પ્રણામ માત્ર વડે પોતાના સેવકોને મોક્ષપદ આપે છે. માટે સંશયરૂપ હીંડોળામાં ખેલતા મનને સ્થિર કરી આ ગુરૂની આગળ માયરહિત તું પોતાનું કાર્ય સિદ્ધ કર. એમ કહી તે સર્વે
For Private And Personal Use Only