________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
શ્રીકુમારપાળચરિત્ર કે, શું ઈશ્વર છે? અન્યથા એમની શક્તિ આવી અદ્દભુત કયાંથી હોય ? અમારા ગુરૂમાં નિરાધાર રહેવાની કલા છે કે નહીં તે સંદેહને દૂર કરવા માટે આ સૂરદ્ર પિતે આ પ્રમાણે નિરાધાર સ્થિતિની કલા બતાવે છે. આ સૂરીને વિષે કેવલ કલાઓ દીપે છે એટલું જ નહીં પરંતુ પરિચિત્તના અવધારણથી સર્વજ્ઞાપણું પણ સ્પષ્ટ દેખાય છે. તે સમયે નિરાધાર રહી સૂરીશ્વરે દોઢપ્રહર સુધી અમૃતની વૃષ્ટિ કરતા હોય તેમ અમૃતની નદી સમાન ધર્મદેશના આપી. બાદ શ્રી કુમારપાલરાજા તે આસન ઉપર ગુરૂને બેસારી
તેમની આગળ કિંચિત્ હાસ્ય સમૂહના મિષથી ગુરુમહિમા. પુષ્પોની વૃષ્ટિ કરતું હોય તેમ બોલવા લાગે,
હે પ્રભો ? જ્યાં સુધી વિદ્યાના ઉદ્યોતવડે સૂર્યરૂપ આપને પ્રકાશ ન થાય ત્યાંસુધી કલાશાલી ચંદ્રની માફક બીજા કલાવાનો પ્રકાશ થાય છે. સમુદ્રના તરંગોવડે સરવરેની વૃદ્ધિઓ જેમ આપની કલાએવડે સર્વ કલાવતની કલાએ તિરોહિત થયેલી છે. પછી સૂરીશ્વર કુમારપાલને ઓરડાની અંદર લઈ ગયા. રાજ? મહારા દેવતાને અવસર તું જે, એમ કહી સૂરીશ્વરે
ત્યાં મંત્રશક્તિ વડે વૃષભદેવઆદિ સર્વ જી તથા ચુલય વિગેરે તેના પૂર્વજોનું આકર્ષણ કરી કુમારપાલને કહ્યું કે, એમનાં દશન તું કર. મણીય પૃથ્વી પર પરતીર્થરૂપ મૃગલાઓને ત્રાસ આપવા માટે જેમ સોનાના સિંહાસન પર બેઠેલા, ચારે દિશાએમાં રહેલા લોકોને ચારે પ્રકારનો ધર્મ એક સમયે કહેવા માટે જેમ ચાર મુખને ધારણ કરતા, કેવળીની અપેક્ષાએ ભવમાં રહ્યા છતાં પણ નિષ્કમતાવડે જાણે મુક્તિને પામ્યા હોય, આ લેકમાં પણ બંને પ્રકારે મહાઆનંદના સમૂહવડે વિશાળ ઉદરવાળા હોય ને શું? ત્રણ જગતુના ઉત્તમ એશ્વર્યાની યાચના
For Private And Personal Use Only