________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૦ )
શ્રીકુમારપાળચરિત્ર. - વાગભટ મંત્રી તેજ વખતે હેમચંદ્રસૂરિની પાસે ગયે અને
દેવાધિની સર્વ હકીકત નિવેદન કરી. તેણે હેમાચાર્યચમત્કૃતિ. કહ્યું કે, હે ભગવદ્ ? તે પૂજ્ય મહાત્મા કે ઈ
પણ અલૌકિક ચમત્કારી દેખાય છે, જેણે મંત્ર વડે બાંધિને જેમ શંકર વિગેરે દેવેનું આકર્ષણ કર્યું. એવા એના પ્રભાવે અયસ્કાંત મણિ લેહને જેમ રાજાના ચિત્તને નક્કી વશ કર્યું છે. માટે આપે એવું કરવું જોઈએ કે કુમારપાલ પોતાના ધર્મમાં ગળીને રંગ વસ્ત્રપર જેમ અતિશય સ્થિર થાય. સૂરિએ મંત્રીને કહ્યું; આ બાબતમાં ત્યારે કેઈપણ પ્રકારની ચિંતા કરવી નહીં, પરંતુ સવારે કેઈપણ રીતે રાજાને વ્યાખ્યાનમાં હારે લાવે, એ પ્રમાણે સૂરદ્રને પ્રભાવ જાણું મંત્રી બહુ ખુશી થયે, પછી તે સાયંકાલના સમયે રાજસભામાં ગયે. કુમારપાલે મંત્રીને કહ્યું –મંત્રિમ્ ? બોલતો ખરો? દેવબોધિમહાત્માનું સામર્થ્ય ઈશ્વરના સરખું છે, હેં જોયું ? મંત્રી વિનયપૂર્વક બોલ્યાસ્વામિન્ ? એના મહિમાની શી વાત કહું ! જેની આજ્ઞામાં સુર અને અસુરો શિષ્યની માફક વતે છે. ચંદ્ર કલા. વાન્ છે તો પણ તેનામાં રોળજ કલાઓ રહેલી છે, અને એનામાં તે ઘણું કલાઓ છે. જેથી તેણે ત્રણે જગના લોકોને રંજીત કયો છે. પછી ભૂપતિએ વાગભટને પૂછ્યું; આપણુ ગુરૂ હેમાચાર્યમાં આવું કલાકૌશલ્ય છે કે નહીં ? તે તું કહે, “આપણુ ગુરૂ” એમ કહેવાથી પણ સ્વામીના હૃદયમાં હેમાચાર્યઉપર વિશેષ પ્રીતિ છે એમ જાણી મંત્રી ખુશી થયો અને તે બોલ્યા કે હે સ્વામિન્ ? આ આપણું આચાર્ય સર્વકલાદિકમાં પ્રાયે કુશળ હશે, કારણ કે, રત્નાકરમાં રત્નોનો અસંભવ હાય નહીં. રાજાએ વિચાર કર્યો કે, આ બાબતનો નિર્ણય તે કરે. એમ ધારી તેણે કહ્યું કે, સવારે ત્યાં જઈ આચાર્યશ્રીને પૂછીશ. એ પ્રમાણે નહિ
For Private And Personal Use Only