________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(ર૪૯)
તેમ કુમારપાલને કહેવા લાગ્યા. હે નરેંદ્ર ? અમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર તું જાણ. વળી ત્રણે લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કર્તા અમે છીએ. તેમજ પોતાના ભકતોને કરેલા કર્મના અનુસારે સંસાર અને મોક્ષપણું કપટ રહિત અમેજ આપીએ છીએ. અમ્હારો રચેલે વેદધમ બહુ પવિત્ર છે, એની ઉપાસના કરનારા કયા પુરૂષ સ્વર્ગ અને મોક્ષની નિ:સીમ લક્ષ્મીને નથી પામ્યા ? માટે બહુકાલની ભ્રાંતિને ત્યાગ કરી મુકિત માટેનું અમ્હારૂં ભજનકર, કારણ કે, અહારા જેવા બીજા કોઈ ઉત્તમ દેવ નથી. તેમજ તું મેક્ષની ઈચ્છા રાખતો હોય તો વેદોક્ત ધર્મનું આરાધનકર, એના જેવો કઈ બીજે શુદ્ધ ધર્મ નથી. વળી હે રાજન્ ? આ દેવબોધિયતીંદ્ર અસ્વારી મૂર્તિ છે, એનું વચન માન્ય કરી પિતાનું કાર્ય ત્યારે કરવું. ત્યાર બાદ તેના પૂર્વજે બોલ્યા, હે વત્સ ? અમે સાતે મૂલરાજ વિગેરે હારા પિતરાઈએ છીએ, હુને ઉપદેશ આપવા માટે અમે અહીં આવ્યા છીએ, એ વાત નકકી સમજવી. હારા પૂર્વજોએ આચરેલા માર્ગને શામાટે તું ત્યાગ કરે છે? પ્રાચીન માને ત્યાગ કરવાથી રથની માફક મનુષ્યોને નક્કી નાશ થાય છે. આ ત્રણ દેવ અને એમણે કહેલા ધર્મને ભાવથી આશ્રય કરી ત્રણે લોકની લક્ષ્મીને અમે હંમેશાં ભેગવીએ છીએ. હે વત્સ? જેમ અમે પોતાના પૂર્વજોના ક્રમને એલંડ્યો નથી, તેવી રીતે તું પણ સત્યની માફક પ્રાચીનમાર્ગનું ઉલ્લંઘન કરીશ નહીં. એમ કહી તેઓ ત્યાંથી અદશ્ય થઈ ગયા. રાજા આશ્ચર્ય સાગરમાં ગરક થયો. સોમેશ્વર અને તેમના વચનનું સ્મરણ કરતા રાજા જડ સરખો થઈ ગયે. હારા કહ્યા પ્રમાણે હું વતીશ એમ કહી કુમારપાલે દેવાધિને વિદાય કર્યો. પછી ચક્રવતીની માફક પોતે સુંદર ભેજન કર્યું.
For Private And Personal Use Only