________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ.
(૨૪૭) निष्कामोऽपि महाप्रती प्रमथिताऽनङ्गोऽपि देहेऽङ्गनां,
बिभ्रत्प्रेतवने वसन्नपि शुचिर्भीमोऽपि शान्तात्मकः । पार्श्वस्थैकवृषोऽपि वानिगजतायुद्दामलक्ष्मीप्रदो
दुर्लक्ष्योरुचरित्रभृद् भवतु ते श्रीशङ्करः शङ्करः ॥ १ ॥
“સર્વકામથી રહિત છતાપણ મહાવ્રતધારી, કામદેવને મથન કરનાર છતા પણ શરીરે સ્ત્રીને ધારણ કરનાર, સમશાનભૂમિમાં વાસ કરતા છતા પણ પવિત્ર, બાહ્ય આકારથી ભયંકર છતાપણું શાંત આત્માવાળા, એક વૃષના અધિપતિ છતા પણ અનેક હાથી ઘેડા વિગેરેને ઉત્કટ લક્ષ્મી આપનાર અને દુર્લક્ષ્ય એવાં અનેક ચરિત્રને ધારણ કરતા શ્રીમહાદેવ તન્હારા સુખદાયક થાઓ.” હું માનું છું કે, હેકુમારપાલનરેશ ! કમળ કાદવમાંથી ઉત્પન્ન થયેલું છે, એ હેતુથી પોતાના સ્થાનભૂત તે કમલનો ત્યાગ કરી લક્ષ્મી, દેવગુરૂ અને પંડિતાદિકના પૂજનવડે અત્યંત પવિત્ર થયેલા હારા હાથમાં હંમેશાં વાસ કરે છે, એમ ન હોય તે આ ત્યારે હસ્ત યાચકોને અતિશય ઈચ્છિત ધન કેવી રીતે આપે? એમ કહી વિવિધ કલાઓને પ્રગટ કરવાથી અને સુંદર વચનમય વાર્તાઓ વડે દેવબોધિએ રાજાને સારી પેઠે રંજીત કર્યો. ત્યારબાદ એક પ્રહર દિવસ થયે એટલે તેણે રાજાને કહ્યું કે, હે દેવ? આપને દેવપૂજનન અવસર થયો છે એમ હારા જોવામાં આવે છે. દેવધિનું વચન માન્ય કરી રાજાએ સ્નાન કર્યું, શુદ્ધવસ્ત્ર પહેર્યા અને દેવાધિને સાથે લઈ તે દેવમંદિરમાં ગયા. ત્યાં સેનાના પાટલા પર શંકર વિગેરે દેવોને સ્થાપન કરી રાવણની માફક સ્થિર વૃત્તિએ તેણે વિધિ પ્રમાણે પૂજન કર્યું. પછી દેવબોધિ બોલ્યો, હે દેવી પરંપરાથી પ્રાપ્ત થયેલા અને ભૂર્ભુવ: સ્વર્ગમય આ ત્રણ દેવને, તેમજ અતિશય પ્રિય એવાદક્ત
For Private And Personal Use Only